ફ્લેટમાં ધમધમતા ક્રિકેટ સટ્ટા પર CID ક્રાઇમનો દરોડો
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરની ઘટના-નામચિન બુકી દિપક ચંદારાણા અને અલાઉદિન નામનો શખ્સ ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે
રાજકોટ, રાજકોટ માં યુનિવર્સિટી રોડ પર ચાલતા સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં શનિવારે સાંજે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની સીઆઈડી સેલ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. નામચિન બુકી દિપક દિનેશ ચંદારાણા ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની માહિતી મળી હતી.
સીઆઈડી ક્રાઇમના દરોડામાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશના ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસે પાંચ શખ્સો પાસે થી ટી.વી, ૨૬ મોબાઈલ અને ૨ લેપટોપ સહિત ૩ લાખ ૬૨ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જાેકે નામચિન બુકી દિપક ચંદારાણા અને અલાઉદિન નામનો શખ્સ હજાર ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડો કરવામાં આવ્યો. જેમાં રાજકોટની સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, નામચિન બુકી અલાઉદીન સહિત ૪ શખ્સોની ક્રિકેટ સટ્ટા માટેની આઈ.ડી ચાલી રહી છે. આ તો તેના ટાઉટ જ પકડાયા છે.
અગાઉ પણ જ્યાં જ્યાં ક્રિકેટ સટ્ટા પકડાયા છે ત્યાં અલાઉદિનનું નામ ખુલ્યું છે પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અગાઉ પણ ૨૦૧૯માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રામકૃષ્ણનગરમાં ફ્લેટમાં ચાલતા ક્રિકેટ સટ્ટા ઉપર દરોડો પાડી ૮ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં પણ દિપક ચંદારાણા સહિત ૬૩ લોકોના નામ ખુલ્યા હતા. જ્યારે ૫ ઓક્ટોબરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એમ.કાતરિયા અને ટીમે ગાયકવાડીમાં દરોડો કર્યો હતો.
જેમાં પણ ૧૩ લોકો ઝડપાયા હતા. જાેકે મુખ્ય બુકી સુધી રાજકોટ પોલીસના હાથ પહોંચતા નથી કે પછી પોલીસની નજર હેઠળ જ આ સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.