ફ્લોટિંગ જેટી અમદાવાદ રિવરફ્રંટમાં આવી પહોંચી
અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટથી સી પ્લેન ઉડાવી સીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લેન્ડ કરાવવાના પ્રોજેક્ટનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. જેની તૈયારી રુપે આજે રિવરફ્રંટ પર ફ્લોટિંજ જેટી પણ આવી પહોંચી છે. આ જેટીને સાબરમતીના પાણીમાં મૂકવામાં આવશે, અને તેનો એક પ્રકારે તરતા પ્લેટફોર્મની માફક ઉપયોગ કરી સી પ્લેનમાં ચઢી શકાશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ થોડા દિવસ પહેલા જ ટ્વીટ કરી હતી કે ફ્લોટિંગ જેટી અમદાવાદ આવવા રવાના કરી દેવાઈ છે.
પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સી પ્લેન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતા હાલ વ્યક્ત કરાઈ રહી છે. સરદાર પટેલ જંયતિ એટલે કે ૩૧મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તે વખતે જ તેઓ રિવરફ્રંટથી સી પ્લેનમાં સવાર થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. પીએમ મોદીએ જ ૨૦૧૭ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે રિવરફ્રંટથી સી પ્લેનમાં ઉડાન ભરી હતી, અને તેઓ ધરોઈ લેન્ડ થઈને અંબાજી પહોંચ્યા હતા. ત્યારથી રાજ્યમાં સી પ્લેન પ્રોજેક્ટ પર ચર્ચા ચાલી રહી હતી,
જેના પર લગભગ ત્રણ વર્ષે અમલ થવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારે પણ આ અંગેની જાહેરાતમાં જણાવ્યું છે કે ૩૧મી ઓક્ટોબરથી રાજ્યમાં પહેલીવાર આમ જનતા માટે સી પ્લેન સેવા શરુ થઈ રહી છે. અમદાવાદથી સી પ્લેનમાં બેસીને કેવડિયા જવાની ટુ વે ટિકિટ ૪૮૦૦ રુપિયા રહેશે. મોટાભાગે સવારે ર્જીેં જઈ સાંજે પરત ફરી શકાય તેવું પેકેજ સી પ્લેન સાથે ઓફર કરવામાં આવશે. રાજ્યમાં સી પ્લેન ઓપરેટ કરવાની કામગીરી સ્પાઈસજેટ સંભાળશે. હાલ અમદાવાદથી ર્જીેં જતાં સાડા ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે. જોકે, સી પ્લેનથી એક કલાકથી પણ ઓછા સમયમાં આ અંતર કાપી શકાશે. સી પ્લેન માટે આંબેડકર બ્રિજ નીચે નાગરિક ઉડ્ડયન વિભાગને ૪,૦૪૭ ચોરસ મીટરનો પ્લોટ ફાળવવામાં આવશે. આ પ્લોટ ૯૯ વર્ષના ભાડાપટ્ટે ૨.૫ રુપિયા પ્રતિ ચોરસ મીટરના ભાડે અપાશે.