Western Times News

Gujarati News

ફ્લોરીડામાં યુવકે કાકાના હાડપિંજરથી ગિટાર બનાવ્યું

ફ્લોરિડા: કોઈ વ્યક્તિ કોઈને કેટલી હદ સુધી પ્રેમ કરી શકે છે તેનો અંદાજાે લગાવવો મુશ્કેલ છે. પ્રેમીકા કે પત્ની માટે ચાંદ પર જમીન ખરીદવાવાળા કે કોઈની યાદમાં ધર્મશાળા કે હોસ્પિટલ બનાવવાવાળા તમે જાેયા હશે

પરંતુ ફ્લોરીડાના એક સંગીતકારે તેમના કાકાને સર્વદા તેમની સાથે રાખવા માટે જે રીત અપનાવી છે તેની ચર્ચા દુનિયા ભરમાં થઈ રહી છે. ફ્લોરિડાના એક મ્યૂઝિશ્યન પ્રિંસ મીડનાઈટના કેટલાક ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોને આ ગિટારની કહાની સાંભળીને વિશ્વાસ થતો નથી.

હોઈ શકે છે કે સત્ય જાણીને તમને પણ વિશ્વાસ ના થાય. પ્રિંસ મીડનાઈટ પોતાના કાકાને ખૂબ પ્રેમ કરતો હતો.થોડા સમય પહેલા તેમનું નિધન થયું ત્યારે તેને તેમના કાકના હાડપિંજરનું ઈલેક્ટ્રીક ગિટાર બનાવી દિધુ. પ્રિંસે તેમના કાકાના હાડપિંજરથી ગિટાર બનાવવાનું કારણ જાતે જ બતાવ્યું હતું.પ્રિંસે કહ્યું કે,હું આજે જે પણ કઈ છું તે મારા કાકાના કારણે જ છું.

હું મારા કાકાને ખૂબ પ્રેમ કરતો હતો માટે તેમને હંમેશા મારી યાદો સાથે જાેડવા આ પ્રકારનો ર્નિણય લીધો. પ્રિંસના કાકાનું નિધન થતા તેમનો મૃતદેહ એક મેડિકલ કોલેજને દાન કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમબીબીએસના ભણતર દરમિયાન વિદ્યાર્થીઓને એનાટોમીના વિષય પર ભણાવવામાં આવે છે.જેમાં મૃતદેહની જરૂર પડે છે.

વિદ્યાર્થીઓ આ વિષય પર ભણી શકે તેવા ઈરાદાથી પ્રિંસના પરિવારજનોએ તેમના કાકાનો મૃતદેહ દાન કરી દીધો હતો. કોલેજમાં ભણતર સબંધીત કાર્ય પૂર્ણ થયા બાદ પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર નહીં કરવાનો ર્નિણય લીધો. ત્યાર બાદ સંગીતકાર પ્રિંસે તેમના કાકાના હાડપિંજરમાંથી પોતાનું ગિટાર બનાવવાનો ર્નિણય લીધો આ ર્નિણય એટલા માટે લીધો કે પ્રિંસ તેના કાકાને હંમેશા તેના પાસે રાખવા માગતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.