બંગાળથી પવાર,નીતીશ અને તેજસ્વી દુર,કોંગ્રેસ મુંજવણમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Rahul-2.jpg)
નવીદિલ્હી: વિધાનસભા ચુંટણીમાં ફકત શરદ પવાર જ નિષ્ક્રિય રહ્યાં છે તેવું નથી પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પણ આ વખતે ચુંટણીઓથી પોતાને પુરી રીતે અલગ રાખ્યા છે. જાે કે જનતાદળ યુનાઇટેડ પોતાના સંગઠનના સાથીને છોડી પશ્ચિમ બંગાળમાં ચુંટણી લડી રહ્યાં છે પરંતુ નીતીશકુમારે ન તો ત્યાં જવાનું અને પ્રચાર ન કરવાનો નિર્ણય કર્યો છે.
જદયુએ એ સ્પષ્ટ નથી કર્યું કે તેણે પશ્ચિમ બંગાળમાં પોતાના ઉમેદવારોને બેસહારા કેમ છોડી દીધા છે પરંતુ પાર્ટીના ખાસ વ્યક્તિનું કહેવુ છે કે નીતીશકુમાર એટલા માટે પશ્ચિમ બંગાળ ગયા નથી કારણ કે તે ભાજપ અને મમતા બેનર્જી બંન્નેને ખુશ રાખવા ઇચ્છે છે એવામાં પણ મમતાના પગમાં ફેકચર છે આથી નીતીશ તેમની ઇજા પર મીઠુ ભભરાવવા માંગતા નથી નીતીશકુમાર પણ શરદ પવારની જેમ રાષ્ટ્રીય સ્તરની આકાંક્ષાઓ રાખે છે
દરમિયાન રાજદ આમ તો બિહારમં કોંગ્રેસના ગઠબંધનમાં સાથી છે પરંતુ તે ટીએમસીને સમર્થન આપી રહ્યું છે તેજસ્વી યાદવ પણ ઉદાસીન છે અને તે ચુંટણી પ્રચાર માટે ગયા નથી
કોંગ્રેસ પણ મુંંજવણમાં છે કારણ કે તે પશ્ચિમ બંગાળમાં તો ડાબેરીઓ સાથે હાથ મિલાવ્યા છે પરંતુ કેરલમાં માકપાથી લડી રહી છે બીજુ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર કરવા માટે પોતાનો કોઇ કાર્યક્રમ સામે રાખ્યો નથી પ્રિયંકા ગાંધી ચુંટણી પ્રચારમાં લાગી હતી પરંતુ તેમના પતિ રોબર્ટ વઢેરાને કોરોના થતાં તેમણે ચુંટણી પ્રચાર છોડી ખુદને ઘરમાં એકાંતવાસમાં રાખી દીધા છે
જાણકારોનું કહેવુ છે કે પ્રિયંકાએ હવે ઓછી સક્રિય ભૂમિકા ભજવવાનો નિર્ણય કર્યો છે કારણ કે આસામ અને કેરલમાં તેમની રેલીઓમાં ભીડ ઉમટી હતી જેના પર પાર્ટીના લોકોએ સંક્રમણને કરણે તેમને લઇ ચિંતા વ્યકત કરી છે પાર્ટીના ૩૦ સ્ટાર પ્રચારકોમાંથી મોટાભાગના મેદાનમાં નજરે પડયા નથી તેમાં કેપ્ટન અમરેન્દ્ર સિંહ અને નવજાેત સિંહ સિધ્ધુ પણ છે.