બંગાળની ખાડીમાં નૌકા પલ્ટી જતાં ૧૫ના મોત નિપજયાં
ઢાકા, બંગાળની ખાડીમાં સંત માર્ટિન આઇલૈંડની નજીક રોહિંગ્યા નાગરિકોવાળી એક નૌકા પલ્ટી જતાં તેમાં સવાર ૧૫ લોકોના મોત નિપજયા છે.નૌકડામાં કુલ ૧૩૦ રોહિંગ્યા સવાર હતાં આ દુર્ધટનામાં ૭૦ લોકોને બચાવવામાં આવ્યા હતાં પરંતુ મોટી સંખ્યામાં હજુ પણ લોકો ગુમ છે.આ નૌકા બંગાળની ખાડીથી મલેશિયા જઇ રહી હતી. તટરક્ષક દળના પ્રવકતા હમિદુલ ઇસ્લામનું કહેવુ છે કે ૭૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે વર્ષ ૨૦૧૭માં લશ્કરી કાર્યવાહી બાદ મ્યામાંરથી ભાગેલ ૭,૦૦,૦૦૦થી વધુ રોહિંગ્યા બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાં રહી રહ્યાં હતાં. હમિદુલ ઇસ્લામે કહ્યું કે શરણાર્થીઓથી ભરેલ બે નૌકા મલેશિયા જઇ રહી હતી તેમણે કહ્યું કે ડુબી ગયેલ એર નૌકા કબજે કરવામાં આવી છે પરંતુ બીજાની માહિતી નથી તેની શોધ કરાઇ રહી છે.અત્યાર સુધી ૧૪ શબ મળ્યા છે અને ૭૦ને બચાવવામાં આવ્યા છે.