Western Times News

Gujarati News

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યભરમાં વાવાઝોડું ફૂંકાશે

પ્રતિકાત્મક

૮ સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જાેર વધશેઃ ૧૨થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ચક્રવાતની શક્યતા-નવરાત્રિમાં ચક્રવાત ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે

અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું અંતિમ ચરણમાં છે ત્યારે હવે વરસાદ પણ ધીમે ધીમે ઘટી રહ્યો છે, જાેકે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.

હવામાન વિભાગે આગામી ૮ અને ૯ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જાેર વધવાની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે ૮ સપ્ટેમ્બર પછી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
બીજી તરફ કોરોનાના કાળા કહેર બાદ ખેલૈયાઓમાં નવરાત્રિને લઇ અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે

ત્યારે હવામાનશાસ્ત્રીની હવામાનને લઇ કરવામાં આવેલી આગાહી ખેલૈયાઓની મજા અને મૂડ બગાડી શકે છે. આગામી ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર દરમિયાન નવરાત્રિનો તહેવાર ઉત્સાહભેર રંગેચંગે ઊજવાશે ત્યારે આગાહી અનુસાર ૧૨થી ૧૭ સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે.

૬થી ૮ ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું લાવનારી સિસ્ટમ બનશે અને ૨૭થી ૫ ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાત બનશે. આ આગાહી દરમિયાન જ નવરાત્રિનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે જાે આગાહી ખરી ઊતરશે તો ખેલૈયાઓની મજા બગડશે.

વધુ આગાહી મુજબ રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે. તે મુજબ વાવાઝોડાના ટ્રિપલ એટેકની સંભાવના છે. જાે આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત પણ આવશે.

આ આફત બંગાળની ખાડીમાંથી આવશે. જેથી વારંવાર ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. આ મહિનામાં જ વાવાઝોડાના ટ્રિપલ એટેકનું અનુમાન છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જેર વધશે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડશે.

બીજી તરફ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતાં ડેમની જળસપાટી ૧૩૭.૦૮ મીટર થઈ છે.

નર્મદા ડેમની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટર છે. આગામી ૩૧ ઓક્ટોબર-રાષ્ટ્રીય એક્તાદિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાત લે તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે ૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીને ગુજરાત રાજ્ય દ્વારા નર્મદાનાં પાણી છલોછલ ભરીને ભેટ અપાય તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તે દિવસે નર્મદાનાં નીરનાં વધામણાંનો પણ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા થાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.