બંગાળની ચૂંટણી પહેલા મમતા બેનરજીના 25 ધારાસભ્યો ભાજપમાં જોડાશે
કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા જ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને મરણતોલ ફટકો મારવા માટે ભાજપ તૈયારી કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, ટીએમસીના 25 જેટલા ધારાસભ્યો મમતા બેનરજી સાથે છેડો ફાડીને વહેલી તકે ભારજમાં જોડાઈ જશે અને આ તમામની સાથે ભાજપ સંપર્કમાં છે.ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પોતાના બાગી મંત્રી શુભેન્દ્રુ અધિકારીને મનાવી શક્યા નથી.તેમનુ ભાજપમાં જોડાવાનુ નક્કી છે.અ્ય બાગી મંત્રી રાજીવ બેનરજી પણ ભાજપમાં જોડાય તેમ લાગે છે.આ સિવાય પણ બીજા નેતાઓ બગાવતના મૂડમાં છે.
ભાજપ તો દાવો કરે છે જે ધારાસભ્યો અમારી પાર્ટીમાં જોડાવાના છે તેઓ જમીન સાથે જોડાયેલા અને લોકોમાં લોકપ્રિયતા ધરાવતા નેતાઓ છે.આ તમામ નેતાઓ સાથે બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ મુકુલ રોય સંપર્ક રાખી રહ્યા છે.ભાજપે આ અંગે કેન્દ્રીય નેતાગીરીને પણ જાણકારકી આપી છે અને હવે તેમની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય કાર્યવાહી કરી રહ્યુ છે.
આ પૈકીના ચાર લોકોને વાય પ્લસ, 10 નેતાઓને વાય કેટેગરીની અને બાકીના લોકોને એક્સ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે.શુભેન્દ્રુ અધિકારીને પહેલા જ ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા અપાઈ ચુકી છે.