બંગાળમાંથી ૧૦ કિલો વિસ્ફોટ સાથે એકની ધરપકડ
બ્રહ્મપુત્ર: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણી પહેલા રાજયમાં હિસા ફેલાવવાનું મોટું કાવતરૂ નિષ્ફળ થયું છે પોલીસે એક ૩૮ વર્ષીય વ્યક્તિને ૧૦ કિલો વિસ્ફોટક, ૧૫૦ રાઉન્ડ દારૂગોળો અને એક પિસ્તોલની સાથે ધરપકડ કરી છે પોલીસે આ વ્યક્તિને રાજયના મુર્શીદાબાદ જીલ્લાના શમશેરગંજથી પકડયો છે.
પોલીસે કહ્યું કે આ વિસ્ફોટક રાજયમાં હિંસા ફેલાવવાના હેતુથી બિહારના મુંગેરથી પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા હતાં બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભા ચુંટણી થનાર છે અને પહેલો તબક્કો ૨૭ માર્ચેથી શરૂ થશે આ વર્ષ ૧૭ ફેબ્રુઆરીએ બંગાળના મંત્રી જાકિર હુસૈન ૨૨ અન્ય લોકોની સાથે આ જીલ્લામાં થયેલ વિસ્ફોટમાં ઘાયલ થયા હતાં આ વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી કરી રહી છે અને હજુ સુધી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જીલ્લાની પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક માહિતીના આધાર પર અમે શમશેરગંજ નાકા પર તેંપુ મંડલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે તેની પાસે ખુબ મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટક કબજે કરવામાં આવ્યો છે હાલમાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
આ કેસની તપાસ એસટીએફ અને જીલ્લા પોલીસ મળીને ચલાવી રહ્યાં છે પોલીસ અધિકારીએ કહ્યું કે રાજયમાં વિસ્ફોટક ચાર પેકેટમાં મોકલવામાં આવ્યા હતાં તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ પણ બહારના મુંગેરનો જ રહેવાસી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે કે આ પહેલા પણ તે વિસ્ફોટકો લઇને આવ્યો હતો કે નહીં અને જાે આવ્યો હતો તો કોને આપ્યા હતાં