બંગાળમાંથી ૨૪૯ કરોડની કેશ, દારુ, ડ્રગ્ઝ સહિતની વસ્તુઓ જપ્ત
કોલકતા: પશ્ચિમ બંગાળમાં ૨૭ માર્ચે ૩૦ વિધાનસભા સીટો પર ચૂંટણી થઈ ચૂકી છે. એક એપ્રિલે ૩૦ વિધાનસભા સીટો પર બીજા તબક્કાનુ વોટિંગ છે. એવામાં ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં કડકાઈથી કામ કરી રહ્યુ છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચેકિંગ કરવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ ચૂંટણી પંચે ચૂંટણી પંચે એ માહિતી આપી છે કે ચેકિંગ દરમિયાન પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી ૨૪૯ કરોડ રૂપિયાની કેશ, દારુ, ડ્રગ્ઝ સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી ચૂકી છે.
પશ્ચિમ બંગાળના અધિક ચીફ ઈલેક્ટોરલ ઑફિસર સંજૉય બસુએ જણાવ્યુ કે અત્યાર સુધી ૨૪૮.૯ કરોડ રૂપિયાની કુલ કેશ ચેકિંગ દરમિયાન જપ્ત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ૨૯ એપ્રિલે છેલ્લા તબક્કાનુ વોટિંગ છે અને મતોની ગણતરી ૨મેના રોજ થશે.
પશ્ચિમ બંગાળના અધિક ચીફ ઈલેક્ટોરલ ઑફિસર સંજૉય બસુએમાહિતી આપીને કહ્યુ, ‘૨૪૯ કરોડ રૂપિયાની કુલ કેશ અને આઈટમમાં ૩૭.૭૨ કરોડ રૂપિયા કેશ, ૧૧૪.૪૪ કરોડ રૂપિયાની ડ્રગ્ઝ, ૯.૫ કરોડ રૂપિયાની દારુ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ શામેલ છે.’