બંગાળમાં અહંકારના કારણે ભાજપ હારી : શિવસેના
મુંબઇ: બંગાળ વિધાનસભા ચુંટણીમાં ભાજપને આશા અનુસાર પરિણામ ન ણવા પર કયારેક તેનો સાથી રહેલ શિવસેનાએ હુમલો કર્યો છે શિવસેનાએ કહ્યું કે ભાજપને અહંકારને કારણે બંગાળમાં હારનો સામનો કરવો પડયો છે. એટલું જ નહીં પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં અસહિષ્ણુતાને કારણે ભાજપ સત્તાથી બહાર થઇ ગઇ છે. શિવસેના તરફથી આ ટીપ્પણી ભાજપ દ્વાા એનસીપીના મંત્રી છગન ભુજબલ પર પ્રહારો કર્યા બાદ આવી છે ભાજપ તરફથી ભુજબલને ચેતવણી આપતા કહેવામાં આવ્યું હતું કે તેમણે ભાજપની વિરૂધ્ધ બોલતા પહેલા સમજીવિચારી લેવું જાેઇએ ભુજબલે બંગાળમાં મમતાના નેતૃત્વને કારણે ભાજપના પરાજય અંગે ટીપ્પણી કરી હતી હવે શિવસેના તરફથી આ મુદ્દા પર ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતાં.
સામનાના સંપાદકીયમાં ભુજબલની ટીપ્પણીનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે તેમણે મમતા બેનર્જીની પ્રશંસા કરી અને તેમાં આખરે ખોટું શું છે. તેને ભાજપનો અહંકાર બતાવતા શિવસેનાએ કહ્યું કે તેને કારણે જ બંગાળમાં ભાજપનો પરાજય થયો છે એટલું જ નહીં શિવસેનાએ કહ્યું કે બંગાળમાં હારને કારણે જ પંઢરપુર વિધાનસભા બેઠક પર થયેલ પેટાચુુંટણીમાં મળેલી જીતની ઉજવણી પણ કરી શકી નહીં એ યાદ રહે કે મહારાષ્ટ્રની પઢરપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે.