બંગાળમાં કોરોનાના ટ્રિપલ મ્યુનટ સામે વેક્સિન બેઅસર
કોલકાતા: વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન થઈ રહેલી જંગી રેલીઓને કારણે ચર્ચામાં રહેલા બંગાળમાં પણ હવે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એવું પણ સામે આવ્યું છે કે, બંગાળમાં દેખાઈ રહેલો વાયરસ ત્રિપલ મ્યૂટેશન ધરાવે છે. વાયરસનું આ નવું સ્વરુપ વધારે ઝડપથી ફેલાઈ શકે છે, અને તે વધુ ઘાતક પણ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ગયા મહિને ડબલ મ્યૂટન્ટ ટાઈપ વાયરસ દેખાયો હતો, જે હવે ટ્રિપલ મ્યૂટેશનમાં પરિણમી ચૂક્યો છે.
બંગાળમાં કોરોનાનો જે પ્રકાર જાેવા મળી રહ્યો છે તેને એક્સપર્ટ્સ ‘બંગાળ સ્ટ્રેઈન’ (બી.૧.૬૧૮) તરીકે ઓળખાવી રહ્યા છે. તેની ઘાતકતા અને ફેલાવાની ક્ષમતા ડૉક્ટરોની ચિંતા વધારી રહી છે. આ વાયરસ એવો છે કે તેને કદાચ માણસની રોગપ્રતિકારક શક્તિ ઓળખી શકે તેમ નથી. અગાઉ કોરોના થઈ ચૂક્યો હોય કે વેક્સિન લીધી હોય તેવા વ્યક્તિને પણ તેનો ચેપ લાગી શકે છે. જાેકે, નવા પ્રકાર પર હજુ ઘણું રિસર્ચ કરવાનું બાકી છે.
સીએસઆઈઆર-ઈન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટિવ બાયોલોજીના રિસર્ચર વિનોદ સ્કારિયાએ આ અંગે જણાવ્યું હતું કે, ડબલ મ્યૂટેશન ઉપરાંત વાયરસનું બંગાળ વેરિયંટ હાલના સમયમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સંસ્થા ભારતીયોને વિદેશી પ્રવાસીઓ દ્વારા નવા વેરિયંટનો ચેપ લાગે છે કે કેમ તેના પર રિસર્ચ કરવાનું કામ કરે છે. તેણે જ દેશમાં મહારાષ્ટ્રના સેમ્પલ્સમાં ડબલ મ્યૂટેશનની ઓળખ કરી હતી.
પૂર્વ ભારતમાંથી લેવામાં આવેલા સેમ્પલના વાયરલ જેનોમ્સનું સિક્વન્સિંગ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોમેડિકલ જેનોમિક્સ દ્વારા કરવામાં આવે છે, જે કોલકાતાથી ૫૦ કિમી દૂર આવેલી છે. ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેણે એક દર્દીમાંથી મળેલા બંગાળ સ્ટ્રેનની ઓળખ કરી