બંગાળમાં ચુંટણીની જાહેરાત બાદ ૧૧૦ કરોડથી વધુ ગેરકાયદેસર સામગ્રી જપ્ત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/election.jpg)
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીની જાહેરાત થયા બાદ અત્યાર સુધી ૧૧૦ કરોડ રૂપિયાથી વધુની મુલ્યની ગેરકાયદેસર સામગ્રી જપ્ત કરવામાં આવી છે ગત લોકસભા ચુંટણીમાં જપ્ત કરવામાં આવેલ ગેરકાયદેસર સામગ્રીની સરખામણીમાં અત્યાર સુધી તેના પરિણામ ખુબ વધુ છે.
રાજય ચુંટણી અધિકારીની કચેરીથી આપવામાં આવેલ માહિતી અનુસાર ગત ૨૬ ફેબ્રુઆરીએ વિધાનસભા ચુંટણીની જાહેરાત બાદ અત્યાર સુધી ૧૧૦ કરોડ ૮૫ લાખ રૂપિયાની મૂલ્ય સુધીની ગેરકાયદેસર સામગ્રી જપ્ત કરવામાં આવી છે.ગત લોકસભા ચુંટણીની જાહેરાત થયા બાદથી તે પુરી થવા સુધી ૧૧૫ કરોડ ૬૮ લાખ રૂપિયાની મૂલ્યની ગેરકાયદેસર સામગ્રી જપ્ત કરવામાં આવી હતી જપ્ત કરવામાં આવેલ સામગ્રીમાં ૧૮.૩૦ કરોડ રૂપિયાનું કાળુ નાણું પણ સામેલ છે.
આ ઉપરાંત ૧.૪૮ કરોડ રૂપિયાની કિંમતનો દારૂ,૪૬.૪૯ કરોડ રૂપિયાનો માદક પદાર્થ,૩૦.૫૧ કરોડ રૂપિયાના મૂલ્યની અન્ય ગેરકાયદેસર સામગ્રી સામેલ છે. ગત ૨૪ કલાકમાં જ પોલીસે એક કિલોગ્રામથી વધુ માદક પદાર્થ જપ્ત કર્યો છે જેની બજાર કિંમત ૫ કરોડ ૪૭ લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બંગાળ ચુંટણીની જાહેરાત બાદથી જ ચુંટણી પંચ ગેરકાયદેસર સામગ્રીની જપ્તી પર ખાસ ભાર મુકી રહ્યું છે જેથી નિર્વિરોધ શાંતિપૂર્ણ રીતે ચુંટણી સંપન્ન કરાવી શકાય પોલીસ અધિકારીઓને એ બાબતો ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે કે રાજયમાં હાલ સતર્ક દાખવી કોઇ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ થવા દેવામાં આવે નહીં રોકડની લેવડદેવડ પર ધ્યાન અપાય