Western Times News

Gujarati News

બંગાળમાં પાંચમા તબક્કામાં ચ્હા મજદુરો સહિત અનેક સમુદાયના મત નિર્ણાયક

Files Photo

કોલકતા: પશ્ચિમ બંગાળમાં સત્તાની લડાઇનો અડધો હિસ્સો પુરો થઇ ગયો છે અત્યાર સુધી કુલ ચાર તબક્કામાં રાજયની ૧૩૫ બેઠકો માટે મતદાન થઇ ચુકયું છે.હવે પાંચમા તબક્કામાં શનિવારે છ જીલ્લાની જે ૪૫ બેઠકો મટે મતદાન થનાર છે તેમાં સત્તારૂઢ ટીએમસી અને હાલની સત્તાની મુખ્ય દાવેદાર તરીકે બહાર આવેલ ભાજપ વચ્ચે કાટાની ટકકર છે.

આ તબક્કામાં જયાં ઉત્તર બંગાળના ત્રણ જીલ્લા દાર્જિલીગ કાલિમ્પોંગ અને જલપાઇગુડી જીલ્લાની ૧૩ બેઠકો પર ભાજપ મજબુત નજરે આવી રહી છે તો દક્ષિણ બંગાળના ત્રણ જીલ્લા ઉત્તર ૨૪ પરગના પૂર્વ વર્ધવાન અને નદિયા જીલ્લાની ૩૨ બેઠકો પર ટીએસી.પરંતુ આ દૌરમાં ચ્હાના બગીચા મજુરો ઉપરાંત મતુઆ અને લધુમતિ સમુદાયની ભૂમિકા નિર્ણયાક રહેશે. આ વિસ્તારમાં આદિવાસી ચ્હા મજુરો એક ડઝનથી વધુ બેઠકો પર કોઇનો પણ ખેલ બગાડી શકે અથવા બનાવી શકે છે.

આથી ભાજપ અને ટીએમસી આ મતદારોને લલચાવવાનો ભારે પ્રયાસ કર્યો છે. આ કવાયત હેઠળ કેન્દ્ર સરકારે જયાં પોતાના બજેટમાં બગીચા મજુરો માટે એક હજાર કરોડની જાેગવાઇ કરી હતી ત્યારે તૃણમૂલ કોંગ્રેસે પણ વિસ્તારમાં પહોંચી સરકારી યોજના હેઠળ મજુરોને પાકા મકાનના કાગળ વિતરીત કરી ચુકયા છે.ગત લોકસભા ચુંટણી બાદથી જ મમતા આ વિસ્તારમાં પાર્ટીનો પાયો મજબુત કરવા માટે સતત પ્રયાસ કરતા રહ્યાં છે.

દાર્જિલિંગ અને કાલિમ્પોંગની છ બેઠકો પર ગોરખા જનમુક્તિ મોરચો અને ચ્હાના બગીચાના મજદુરોના મત નિર્ણાયક છે.જલપાઇગુડીમાં પણ ગોરખા વસ્તીની સારી એવી વસ્તી છે જયાં સુધી દક્ષિણ બંગાળની ૩૨ બેઠકોની વાત છે તો ઉત્તર ૨૪ પરગના અને નદિયા જીલ્લાની બેઠકો પર મતુઆ અને મુસલમાન સમુદાયના મત નિર્ણાયક છે આજ કારણ છે કે ભાજપે મતુઆ સમુદાયને લલચાવવા માટે કોઇ કસર છોડી નથી મોદી અને અમિત શાહ પણ અહીં રેલીઓ કરી ચુકયા છે.

જે વિસ્તારોમાં ૧૭ અને ૨૨ એપ્રિલે મતદાન છે તેમાં મતુઆ સમુદાયના મત નિર્ણાયક છે વરષ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર રાજયમાં અનુસૂચિત જાતિની વસ્તી લગભગ ૧.૮૪ કરોડ છે અને તેમાં ૫૦ ટકા મતુઆ સમુદાયના લોકો છે. લગભગ ૭૦ વિધાનસભા બેઠકો પર આ સમુદાય જીત હાર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. નમોશૂદ્ર સમાજના લોકો પણ મતુઆ સમુદાયે માને છે આવામાં રાજયમાં મતુઆ સમુદાયને માનનારાઓની વસ્તી લગભગ ત્રણ કરોડ છે.

ઉત્તર ૨૪ પરગનાની ૧૬ બેઠકો પર મતદાન થનાર છે આ વિસ્તારોમાં લઘુમતિઓની વસ્તી લગભગ ૪૦ ટકા છે. ટીએમસી પોતાની આ મત બેકના સહારે સારા પ્રદર્શન પર આશા રાખી રહી છે જાે કે કેટલાક વિસ્તારોમાં તેને ભાજપથી સખ્ત મુકાબલો કરવો પડી શકે છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપ ટીએમસીના આ ગઢમાં ગાબડુ પાડવા સફળ રહ્યું હતું. ત્યારે તેણે જીલ્લાની લોકસભાની પાંચમાંથી મતુઆ બહુમતિ વાળા વિસ્તારની બે બેઠકો જીતી હતી. આ વિસ્તારોમાં લધુમતિઓની વસ્તી ઓછી હતી બાકી ત્રણ બેઠકો ટીએમસીએ જીતી હતી આથી આ વખતે મુકાબલો રસપ્રદ બની જશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.