બંગાળમાં ફરી હિંસા : પૂર્વ મિદાનપુરમાં શુભેન્દુ અધિકારી અને TMC સમર્થકો વચ્ચે ઝપાઝપી

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિદાનસભા ચૂંટણીથી પહેલા રાજ્યમાં હિંસા શરૂ થઇ ગઇ છે. રાજ્યના પૂર્વ મિદનાપુરમાં શુભેંદુ અધિકારી અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઝડપ થઈ છે.
તાજેતરમાં જ શુભેંદુ અધિકારી TMC છોડીને ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા છે. ગત અઠવાડીયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસ પર હતા. આ મુલાકાત દરમ્યાન 19 ડિસેમ્બરના રોજ મિદાનપુરામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જાહેર સભામાં વિધીવત રીતે શુભેંન્દુ અધિકારી ભાજપમાં શામેલ થયા હતા. સાથે સાથે તેમના ભાઈ અને ટીમએસીના નેતા સહિત અન્ય પાર્ટીઓના નેતા પણ ભાજપમાં શામેલ થયા હતા. હવે જ્યારે ટીએમસીના મજબુત અને કદાવર નેતા શુભેન્દુ ભાજપના પલડામાં જતા રહ્યા છે, ત્યારે ત્યારે ટીએમસી સમર્થકો સાથેના તેમના વિવાદ પણ ચર્ચામાં આવી રહ્યા છે.
બંગાળમાં રાજકીય હિંસાની આ તાજેતરની ઘટના શુભેન્દુ અધિકારીના ગઢ કહેવાતા મિદનાપુરમાં થઈ છે, આ પહેલા પણ શુભેંદુ અધિકારીએ પોતાના પર હુમલા થયા હોવાનું પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તરફથી તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી તો તેમના તરફથી જણાવવામાં આવ્યું કે છેલ્લા થોડાક સમયમાં તેમની પર અંદાજીત એક ડઝન હુમલાઓ કરવામાં આવ્યા છે.