બંગાળમાં ભાજપના કાર્યાલાયમાં બદમાશોએ તોડફોડ કરી
કોલકતા: પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જીલ્લામાં ભાજપના કાર્યાલયમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે ભાજપે તેનો આરોપ તૃમણૂલ કોંગ્રેસ પર લગાવ્યો છે અને પાર્ટી તરફથી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
એ યાદ રહે કે ૨૪ પરગના જીલ્લાના બારાનગર વિસ્તારમાં ભાજપના કાર્યાલયમાં તોડફાડ કરવામાં આવીહતી ભાજપના કાર્યકર્તાઓએ તોફાનીઓમાંથી એકની પિટાઇ કરી હતી ત્યારબાદ પોલીસે તેને બચાવ્યો હતો અને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી ભાજપે તેની વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણીઓ જાહેર થઇ ગઇ છે જાે કે ભાજપ અને ટીએમસીએ ચુંટણી જાહેરાત પહેલા જ ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો ચુંટણી પ્રચાર દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અનેકવાર અથડામણો થઇ છે. ભાજપના રોડ શો ઉપર પણ પથ્થરમારો કરાયો છે.આ ઉપરાંત ભાજપ દ્વારા પણ ટીએમસીના કાર્યકરો સાથે મારામારીનો આરોપ પણ સતત લાગતો રહે છે ચુંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય સુરક્ષા દળોની ટુકડીઓ રાજયમાં આવી પહોંચી છે અને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખમાં લાગી ગઇ છે.