બંગાળમાં ભાજપના નવા અધ્યક્ષ તરીકે સુકાંતા મજુમદારની નિમણૂંક

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભાજપે મોટો ફેરબદલ કર્યો છે. પાર્ટીએ તાત્કાલિક અસરથી પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમના સ્થાને સુકાંતા મજુમદારને બંગાળ ભાજપના વડા બનાવવામાં આવ્યા છે. બેબી રાની મૌર્યને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે આ મહિનાની શરૂઆતમાં ઉત્તરાખંડના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું.
ભાજપ માટે સૌથી કપરા ચઢાણ હોય તો તે પશ્વિમ બંગાળ છે અહીંયા હાલ ભાજપના ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થઇ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી માટે તે એક મોટો પડકાર છે .હાલમાં જ ભાજપના દિગ્ગજ અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુલ સુપ્રિયોએ ટીએમસીમાં સામેલ થયા છે , પાર્ટીએ હાલ નેતૃત્વમાં બદલાવ કર્યો છે. બેગાળમાં ભાજપના અધ્યક્ષ તરીકે સુકાંતાને બનાવ્યા છે અને જે પહેલા અધ્યક્ષ હતા તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.HS