Western Times News

Gujarati News

બંગાળમાં ભાજપની હારથી કિસાન સંગઠનો ખુશ થઇ ગયા

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીમાં ટીએમસીની શાનદાર જીતથી પાંચ મહીનાથી દિલ્હી સીમાઓ પર આંદોલન કરી રહેલ કિસાન સંગઠનોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. મમતાની જીતે કિસાન સંગઠનોના નેતાઓમાં નવો જાેશ ભરી દીધો છે.તેમનું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની હારમાં કિસાન આંદોલન એક મહત્વપૂર્ણ કારણ રહ્યું છે.

સંયુકત કિસાન મોરચાના નેતાઓએ હવે ચેતવણી આપી છે કે જાે કેન્દ્ર સરકાર તેમની માંગો માનશે નહીં તો પશ્ચિમ બંગાળની જેમ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીમાં ભાજપનો થુલ્લો વિરોધ કરવામાં આવશે સંયુકત કિસાન મોરચાના મુખ્ય નેતાઓ બલવીર સિંહ રાજેવાલ ગુરૂનામસિંહ ચઢૂની રાકેશ ટિકૈત વગેરેએ પશ્ચિમ બંગાળમાં રેલીઓ જાહેરસભાઓ અને સંમેલનો દ્વારા લોકોથી ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. મોરચાના નેતાઓએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનુનોને કિસાન ગરીબ વિરોધી બતાવ્યું હતું. આ નેતાઓએ કહ્યું કે પાંચ મહીનાથી ધરણા પર બેઠા છીએ પરંતુ સરકાર તેમની વાત સાંભળી રહી નથી

કિસાન નેતાઓનો દાવો છે કે આંદોલનથી સરકારની તસવીર ખરાબ થઇ છે અને બંગાળ ચુંટણીમાં ભાજપની હાર મુખ્ય કારણોમાંથી એક છે. ગુરનામ સિંહ ચઢૂની અને રાકેશ ટિકૈતે કહ્યું કે બંગાળની હારથી સરકારે સમજી લેવું જાેઇએ કિસાન સંગઠન સરકારથી વાત કરવા તૈયાર છી સરકારે કોઇ પણ વિલંબ કર્યા વિના ત્રણેય કૃષિ કાનુનોને રદ કરી દેવા જાેઇએ આ સાથે જ એમએસપી પર ખરીદની ગેરંટી માટે નવો કાનુન બનાવવો જાેઇએ આ સિવાય કિસાન કોઇ વાત માટે તૈયાર નથી સરકારે તેની માંગ ન માની તો ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચુંટણીમાં ભાજપનો વિરોધ કરવામાં આવશે. ગામે ગામ જઇ ભાજપની જગ્યાએ કોઇ પણ બીજા રાજકીય પક્ષને મત આપવાની અપીલ કરવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.