બંગાળમાં ભાજપ ૨૦૦થી વધુ સીટ જીતી સરકાર બનાવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/amit-shah-1024x576.jpg)
નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહે બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૩૦માંથી ૨૬ સીટો અને અસમમાં ૪૭માંથી ૩૭થી વધુ સીટો જીતવાનો દાવો કર્યો છે. તેમણે તે પણ દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપ ૨૦૦થી વધુ સીટો સાથે સરકાર બનાવશે. અસમમાં અમે પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવીશું. તેમણે આ વાત મીડિયાને સંબોધિત કરતા કહી છે. મહત્વનું છે કે શનિવારે ૨૭ માર્ચે બન્ને રાજ્યોમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. હું અમારા માટે મતદાન કરનાર બન્ને રાજ્યોના લોકોનો આભાર માનુ છું. વોટર ટર્નઆઉટથી લોકોમાં ઉત્સાહ જાેવા મળ્યો. પશ્ચિમ બંગાળમાં ૮૪ ટકાથી વધુ મતદાન અને અસમમાં ૭૯ ટકાથી વધુ મતદાન જણાવે છે કે જનતામાં ભારે ઉત્સાહ છે.
મીડિયાને સંબોધિત કરતા શાહે આગળ કહ્યુ કે, પ્રથમ તબક્કામાં બંગાળમાં ૩૦માંથી ૨૬થી વધુ સીટો ભાજપ જીતી રહ્યું છે. પાર્ટી ૨૦૦થી વધુ સીટો જીતી સરકાર બનાવશે. અમારી સીટો પણ વધી રહી છે અને જીતનું અંતર વધી રહ્યું છે. અસમમાં ૪૭માંથી ૩૭થી વધુ સીટો મળશે. તેના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, દર વખતની જેમ ગુંડા આ ચૂંટણીને પણ પ્રભાવિત કરશે. બંગાળમાં ચૂંટણી પંચને સફળતાપૂર્વક ચૂંટણી કરાવવામાં સફળતા મળી છે. બંગાળ ચૂંટણીમાં હિંસા સામાન્ય વાત થઈ ગઈ હતી. ઘણા વર્ષો બાદ આ પ્રથમ ચૂંટણી છે જ્યારે એકપણ બોમ્બ ફાટ્યો નથી, એકપણ ગોળી ચાલી નથી.
અમિત શાહે તે પણ કહ્યુ કે, પશ્ચિમ બંગાળ અને અસમ બન્નેમાં શાંતિપૂર્વક મતદાન થયું. મતદાન દરમિયાન હિંસાને કારણે કોઈના મોત થયા નથી. અસમ કેટલાક વર્ષો પહેલા અને બંગાળ પણ ચૂંટણી હિંસા માટે જાણીતુ હતું. આ વખતે બન્ને જગ્યાએ શાંતી રહી, કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. આ બન્ને રાજ્યો માટે સારા સંકેત છે.