બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની હિમાયત કરતા અધીર રંજન

નવીદિલ્હી, પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર હુમલાને લઇ કોંગ્રેસ પાર્ટીએ પણ નારાજગી વ્યકત કરી છે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ પર ચિંતા વ્યકત કરતા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની હિમાયત કરી છે.આ સાથે જ આશંકા વ્યકત કરવામાં આવી છે કે બંગાળમાં શરૂ થયેલ હિંસા દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઇ શકે છે.
કોંગ્રેસના નેતા રંજને કહ્યું કે ભાજપ અધ્યક્ષ પર હુમલાથી સ્પષ્ટ થઇ ગયું છે કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી છે અમે તેની ટીકા કરીએ છીએ પરંતુ તેઓ આ અહીં જ રોકાશે નહીં હિંસાની આંચ ઉત્તરપ્રદેશથી લઇ દેશના અન્ય ભાગોમાં ફેલાઇ રહી છે તેમણે કહ્યું કે મારા વિચારથી કેન્દ્ર સરકારને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર વિચાર કરવો જાેઇએ.
એ યાદ રહે કે ભાજપના પ્રમુખ નડ્ડાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયને ઇજા થઇ હતી ભાજપે આ હુમલા માટે ટીએમસીને જવાબદાર ઠેંરવ્યું હતું અને રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી હતી આ ઘટનાને લઇ કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.HS