બંગાળમાં વેક્સિન સર્ટિફિકેટ પર મોદીની જગ્યાએ મમતાનો ફોટો હશે
કોલકતા: બંગાળમાં હવે કોરોના વેક્સિનના સર્ટિફિકેટ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે. બંગાળ સરકારે ર્નિણય લીધો છે કે ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં જે સર્ટિફિકેટ આપવામાં આવશે તેના પર વડાપ્રધાન મોદી નહીં પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો હશે.
બંગાળ સરકાર દ્વારા લેવામાં આવેલા આ ર્નિણય બાબતે ભાજપ ઉશ્કેરાયું છે.ભાજપના પ્રવકતા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ વડાપ્રધાન પદની ગરિમાને પણ માની રહ્યું નથી. તે બંગાળમાં એક અલગ ર્નિભર દેશની જેમ વર્તન કરી રહ્યું છે. તૃણમૂલ તે માનવા તૈયાર નથી કે તે જ્યાં છે, તે ભારતનું જ રાજ્ય છે. કોરોના વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીર અંગે ઘમસાણ મચ્યું છે.
હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે રાજ્ય દ્વારા યોજાનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં ૧૮-૪૪ વર્ષના લોકોને વેક્સિનેશન બાદ મુખ્યમંત્રી મમતાની તસવીર વાળા સર્ટિફિકેટ આપવામાં આવશે.
તૃણમૂલ બંગાળે ચૂંટણી દરમિયાન પણ વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીના ફોટા બાબતે વાંધો દર્શાવ્યો હતો. તૃણમૂલે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન જણાવતા ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. પરંતુ, હવે તેને વેક્સિન સર્ટિફિકેટ પર મમતાનો ફોટો લગાવવા બાબતે કંઇ જ ખોટું નથી લાગી રહ્યું. તૃણમૂલ નેતા સૌગત રોયનું કહેવું છે કે જાે તેઓ (ભાજપ) આવું કરી શકે છે તો અમારી તરફથી પણ આવું કરવામાં આવશે.