બંગાળમાં ૧૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા
કોલકતા, પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં એક ૧૬ વર્ષની બાળકીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવીછે પોલીસ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર આ બાળકીની સાથે કહેવાતી રીતે અનેકવાર બળાત્કાર થયો છે અને બાદમાં તેની હત્યા કરવામાં આવી છે પોલીસે જણાવ્યું હતું કે બાળકીની હત્યા કર્યા બાદ તેને સેપ્ટિક ટૈંકમાં ફેંકી દેવામાં આવી હતી.
પોલીસે અત્યાર સુધી આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે અને ત્રણેયને કોર્ટની સામે રજુ કર્યા છે અને આઠ દિવસના પોલીસ હિરાસતમાં લીધા છે. બાળકી રાજગંજની રહેવાસી છે પોલીસે જણાવ્યુહતું કે આ બાળકી ગુમ થઇ હતી અને પરિવારજનોએ તેની ગુમ થવાની એફઆઇઆર દાખલ કરાવી હતી પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હતી અને ત્રણેય અપરાધીઓએ કબુલ કર્યું હતું કે બાળકીની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.HS