બંગાળમાં 7 વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત થયો હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં ઓમિક્રોનનો આ પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે જ ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 58 થઈ ગઈ છે જેમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 23 કેસ મળી આવ્યા છે જ્યારે રાજસ્થાન 13 કેસ સાથે બીજા સ્થાન પર છે. તે સિવાય ગુજરાત-4, કર્ણાટક-3, કેરળ-1 અને દિલ્હીમાં 6 કેસ નોંધાયેલા છે.
નવા વેરિએન્ટથી વધી રહેલા સંક્રમણે સરકારની ચિંતા વધારી દીધી છે. કેન્દ્ર સરકાર બૂસ્ટર ડોઝ પર ઝડપથી કામ કરી રહી છે જેથી આ ભયંકર વેરિએન્ટનો સામનો કરી શકાય.
દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે. નવી માહિતી અનુસાર તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં બે નવા સંક્રમિતોની પૃષ્ટિ થઈ છે જેથી હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 58 થઈ ગઈ છે. તેલંગાણા સરકારના સાર્વજનિક સ્વાસ્થ્ય નિર્દેશક શ્રી નિવાસ રાવે જણાવ્યું કે, સંક્રમિતોમાં એક પુરુષ અને એક મહિલા છે. પુરુષ સોમાલિયાનો છે જ્યારે મહિલા કેન્યાની રહેવાસી છે. બંને સંક્રમિતોને ટ્રૈક કરવામાં આવી રહ્યા છે.