બંગાળ અને વિકાસની વચ્ચે જે દીવાલ આવી ગઈ છે તે તૂટી જશે : મોદી
કોલકતા: નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે પીએમ મોદીએ સભાને સંબોધિત કરી હતી.રેલીને સંબોધિત કરતાં મોદીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જાેરદાર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું કે હવે બંગાળમાં બધી બાજુએથી અવાજ આવી રહી છે, ૨ મેએ દીદી જઈ રહ્યા છે. નંદીગ્રામને અધિકારી પરિવારનો ગઢ માનવામાં આવી રહ્યો છે
મોદીએ કહ્યું કે બંગાળને હવે પરિવર્તનની જરૂર છે. ૨જી મેના રોજ બંગાળ અને વિકાસની વચ્ચે જે દીવાલ આવી ગઈ છે તે તૂટી જશે. અહિયાં ભાજપની સરકાર બનશે અને ખેડૂતોના હકના ૩ વર્ષના પૈસા હું જમા કરાવીને જ રહીશ. છેલ્લા ત્રણ વર્ષમાં જે પૈસા દીદીએ નથી આપ્યા તે હું ખેડૂતોને આપીશ. દિલ્હીની સરકાર આ પૈસા ખેડૂતોના ખાતામાં આપવા માંગતી હતી પરંતુ દીદીએ એવું થવા જ ન દીધું.
મોદીએ કહ્યું કે દીદી આજે બંગાળ પૂછી રહ્યું છે કે અમ્ફાનની રાહત કોણે લૂંટી ? ગરીબોના ચોખા કોણે લૂંટયા ? આજે લોકો તૂટેલી છતની નીચે રહેવા માટે મજબૂર છે તે લોકો તમારાથી સવાલ કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે દીદીના રાજમાં અહિયાં હિંસા અને બોમ્બ ધમાકાઓના જ સમાચાર સામે આવી રહ્યા છે. આખા આખા ઘર ઉડાવી દેવામાં આવે છે અને મમતાની સરકાર માત્રને માત્ર જાેઈ રહે છે. આ સ્થિતિને બદલવી પડશે. બંગાળમાં શાંતિ જાેઈએ તો બોમ્બ અને બંદૂકથી મુક્તિ જરૂરી છે.
વડાપ્રધાને કહ્યું કે મમતા દીદીને તમે ૧૦ વર્ષ કામ કરવાનો મોકો આપ્યો. તેમણે તમારી વચ્ચે આવવું જાેઈએ અને હિસાબ આપવું જાેઈએ. પરંતુ દીદી હિસાબ નથી આપી રહ્યા તે ગુસ્સો કરી રહ્યા છે અને ગાળો આપી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આઝાદીના ૭૫ વર્ષના ઉત્સવમાં પશ્વિમ બંગાળનું વિશેષ મહત્વ છે. આઝાદીની લડાઇમાં આપવામાં આવેલા યોગદાનને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું ભાજપ સરકારની પ્રાથમિકતા છે. એટલા માટે પશ્વિમ બંગાળના સંકલ્પોનું પણ મહત્વપૂર્ણ કેંદ્ર છે.
મોદીએ કહ્યું કે ‘બંગાળમાં ૨૫ વર્ષની ઉંમરની આસપાસ મતદારો અને યુવાનો માટે પહેલીવાર ખૂબ મહત્વપૂર્ણ સમય છે. તેમની પાસે બંગાળના ભવિષ્યના નિર્માણ કરવાની જવાબદારી છે. અને આ પ્રકારે ‘આસોલ પોરીબોર્ટન’ સમયની જરૂરિયાત છે.