બંગાળ કોર્પોરેશન ચૂંટણીમાં મમતાનો દબદબો યથાવત, TMCની મોટી જીત!

કોલકાતા, તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના બિધાનનગર, સિલિગુડી, ચંદ્રનગર અને આસનસોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ, સીપીઆઈએમ અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને હરાવીને મોટી જીત નોંધાવી છે. શનિવાર (૧૨ ફેબ્રુઆરી)ના રોજ યોજાયેલા મતદાન પછી સોમવારે યોજાયેલી મત ગણતરીમાં ટીએમસીએ તમામ ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનો જીતી લીધી છે.
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ૪૧માંથી ૩૯ બેઠકો જીતીને વિધાનનગર નિગમને જાળવી રાખ્યું હતું, જ્યારે ભાજપ અને સીપીઆઈ(એમ) તેમનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા. કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી અને એક વોર્ડમાં એક અપક્ષ ઉમેદવાર જીત્યો.
ટીએમસીએ સીપીઆઈ(એમ)ના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચા પાસેથી સિલીગુડી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) છીનવી લીધું છે. કુલ ૪૭ બેઠકોમાંથી ટીએમસીએ ૩૭ વોર્ડ અને ભાજપ પાંચ બેઠકો જીતીને મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવ્યો છે. બીજી તરફ ડાબેરીઓ ત્રીજા સ્થાને ધકેલાઈ ગયા હતા, કારણ કે તે માત્ર ચાર બેઠકો જીતવામાં સફળ રહી હતી, કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી.
આ સાથે સીએમ બેનર્જીએ તરત જ જાહેરાત કરી કે ગૌતમ દેબ સિલિગુડી મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામી મેયર હશે. દેબ ૩૦૦૦ થી વધુ મતોના માર્જિનથી જીત્યા. ચંદ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીએમસીએ ૩૨માંથી ૩૧ બેઠકો જીતી હતી, જ્યારે સીપીઆઈ(એમ)એ એક વોર્ડ જીત્યો હતો.
આસનસોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીએમસીએ ૧૦૬માંથી ૯૧ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે સાત બેઠકો જીતી હતી. કોંગ્રેસે ત્રણ, ડાબેરીઓએ બે અને અન્યએ ત્રણ બેઠકો જીતી. આસનસોલ પરિણામ ભાજપ માટે આંચકો છે, કારણ કે અગ્નિમિત્રા પોલે વિધાનસભા ચૂંટણી દરમિયાન આસનસોલમાં ટીએમસીના સ્ટાર ઉમેદવાર સયાની ઘોષને હરાવ્યા હતા. ચંદ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ટીએમસીએ ૩૨માંથી ૩૧ બેઠકો જીતી હતી, જ્યારે સીપીઆઈ(એમ)એ એક વોર્ડ જીત્યો હતો.
આસનસોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ટીએમસીએ ૧૦૬માંથી ૯૧ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે સાત બેઠકો જીતી હતી. કોંગ્રેસે ત્રણ, ડાબેરીઓએ બે અને અન્ય ત્રણ જીત્યા. આસનસોલ પરિણામ ભાજપ માટે આંચકો હોઈ શકે છે, કારણ કે અગ્નિમિત્રા પોલે વિધાનસભા ચૂંટણી દરમિયાન આસનસોલમાં ટીએમસીના સ્ટાર ઉમેદવાર સયાની ઘોષને હરાવ્યા હતા.
ચારેય બેઠકો જીત્યા પછી, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જનતાનો આભાર માનતા ટ્વીટ કર્યું અને લખ્યું કે આ ફરી એકવાર મા, માતા, માનુષની જાેરદાર જીત છે. આસનસોલ, બિધાનનગર, સિલીગુડી અને ચંદ્રનગરના લોકોનો ્સ્ઝ્ર ઉમેદવારોમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર.HS