બંગાળ ચૂંટણીમાં મોટા ભાગના પક્ષપલટુ નેતાઓનો પરાજય
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની ચૂંટણી યોજાઈ તેના પહેલા ટીએમસી છોડીને ભાજપમાં જાેડાનારા નેતાઓનુ જાણે ઘોડાપૂર આવ્યુ હતુ.
આ નેતાઓ પૈકી મમતા બેનરજીને નંદીગ્રામમાંથી સુવેન્દુ અધિકારીએ હરાવ્યા છે પણ બીજા મોટાભાગના પક્ષપલટુ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
જેમ કે સિંગપુરના પૂર્વ ધારાસભ્ય રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, મમતા સરકારમાં મંત્રી રહી ચુકેલા રાજીવ બેનરજી, અભિનેતા રુદ્રનીલ ઘોષ તેમજ હાવડાના રથિન ચક્રવર્તી ટીએમસી છોડીને આ વખતે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા.આ તમામ નેતાઓ ચૂંટણી હારી ગયા છે.
રાજીવ બેનરજી આ પહેલા સતત બે વખતે ટીએમસીમાંથી ચૂંટણી જીત્યા હતા.જાેકે આ વખતે ૪૨૦૦૦ મતે તમનો પરાજય થયો છે.સિંગુરમાં પણ ટીએમસી છોડીને ભાજપમાંથી ચૂંટણી લડનારા ભટ્ટાચાર્ય હારી ગયા છે.તેમને ૨૫૦૦૦ મતથી હાર મળી છે.
જાેકે ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થનારા બીજા બે નાતે મુકુલ રોય અને મિહિર ગોસ્વામી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.