Western Times News

Gujarati News

બંગાળ ભાજપ નેતા પ્રચારમાં ખોટા શબ્દનો ઉપયોગ ન કરે : મોદી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વિધાનસભા ચુંટણીમાં નકારાત્મક પ્રચારને લઇ પાર્ટી નેતાઓને ચેતવણી આપી છે ભાજપ કેન્દ્રીય સમિતિની બેઠકમાં સામેલ એક નેતાએ કહ્યું કે આ બેઠકમાં મોદીએ એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર આપ્યો કે ચુંટણી પ્રચાર સભ્ય રીતે થવો જાેઇએ અને રાજયમાં જે નેરેટિવ ભાજપે સેટ કરી છે તેને બગાડવામાં આવે નહીં

તેમણે કહ્યું કે વડાપ્રધાને અમને સત્તારૂઢ ટીએમસી અને તેમના નેતાઓથી મુકાબલો કરવા માટે નામની સાથે ગાલી ગલોચ કે નકારાત્મકતામાં સામેલ ન થવા માટે કહ્યું છે તેમણે સૌને કહ્યું કે ભાજપનો ચુંટણી પ્રચાર સભ્ય રીતે થવો જાેઇએ એ યાદ રહે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને ટકકર આપવા માટે ભાજપ કોઇ કસર બાકી છોડવા માંગતી નથી જયારે આસામમાં સત્તામાં વાપસી માટે પુરા દમ ખમની સાથે મેદાનમાં ઉતરી છે. ભાજપ બંગાળ અને આસામમાં પહેલા તબક્કાની ચુંટણી માટે ભાજપ તાકિદે ઉમેદવારોની પહેલી યાદી જારી કરનાર છે હાલ પ્રચાર ચાલી રહ્યો છે અને મોદી પણ રેલીને સંબોધન કરનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.