બંગાળ વિધાનસભાના ચોથા તબક્કા માટે જાહેરનામુ જારી

Files Photo
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામુ જારી કરવામાં આવ્યું છે આ સાથે જ ચોથા તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્રકો ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ચોથા તબક્કામાં ૪૪ વિધાનસભા બેઠકો પર ૧૦ એપ્રિલે મતદાન થશે.
ચોથા તબક્કા માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ ૨૩ માર્ચ છે ૨૪ માર્ચે ઉમેદવારીપત્રકોની ચકાસણી થશે
ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની અંતિમ તારીખ ૨૬ માર્ચ છે આ પહેલા ત્રણ તબક્કામાં ૯૧ બેઠકો માટે જાહેરનામુ જારી થઇ ચુકયું છે. પહેલા તબકકામાં ૧૮૭ ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારપત્રકો ભરનારાઓમાં સૌથી વધુ ટીએમસીના ઉમેદવારો છે તેમાં બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી પણ સામેલ છે જેમણે નંદીગ્રામથી ઉમેદવારીપત્રક ભર્યું છે.