Western Times News

Gujarati News

બંગાળ વિધાનસભામાં નવા ચુંટાયેલા ૧૪૨ ધારાસભ્યો પર અપરાધિક મામલા

Files Photo

કોલકતા: આમ તો ૨૦૨૧ની બંગાળ વિધાનસભા ચુંટણી અનેક રીતે ગત અનેક ચુંટણીઓથી અલગ રહી છે પરંતુ ચુંટણી પરિણામ બાદ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફાર્મ્સ એડીઆરએ વિજયી ૨૯૨ ઉમેદવારો તરફથી ચુંટણી પંચને સોંપવામાં આવેલ સોગંદનામાનો અભ્યાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તેના પર ૧૪૨ એવા ઉમેદવાર ચુંટણી જીત્યા વિધાનસભા પહોંચ્યા છે

જેમની વિરૂધ્ધ અપરાધિક મામલા દાખલ છે જેમાંથી ૧૧૩ એવા છે જેમના પર હત્યા હત્યાનો પ્રયાસ મહિલાઓથી ઉત્પીડન જેવા ગંભીર અપરાધિક મામલા દાખલ છે. ૨૦૧૬માં ૨૯૩ ધારાસભ્યોમાંથી ૧૦૭ વિરૂધ્ધ અપરાધિક મામલા હતાં જે આ વખતે ૩૭ ટકાથી વધુ ૪૯ ટકા પહોંચી ગયા છે.

જાે અપરાધિક મામલાની વાત કરીએ તો ટીએમસીના ૨૧૩ ધારાસભ્યોમાંથી ૯૧ અને ભાજપના ૭૭માંથી ૩૯ની વિરૂધ્ધ અપરાધિક મામલા છે.જયારે એક અપક્ષ ધારાસભ્ય પર પણ અપરાધિક મામલો છે એટલું જ નહીં આ વખતે વિધાનસભા પહોંચનારા ૧૫૮ ધારાસભ્ય કરોડપતિ છે તેમાંથી ૧૩૨ ધારાસભ્ય ટીએમસી અને ૨૫ ધારાસભ્ય ભાજપના છે

જેમણે પોતાની સંપત્તિ પંચને કરોડોમાં હોવાની જાહેરાત કરી છે એક અપક્ષ ઉમેદવાર પણ કરોડપતિ છે. સૌથી કરોડપતિ ત્રણ મુખ્ય ધારાસભ્ય ટીએમસસીના છે જેમાંથી ૩૨ કરોડની સંપત્તિની સાથે ટોચ પર પૂર્વ મંત્રી અને ટીએમસી ધારાસભ્ય જાવેદ ખાન છે. ત્યારબાદ ટીએમસીના જ વિવેક ગુપ્તા છે જેમની સંપત્તિ ૩૧ કરોડ છે

ત્રીજા સ્થાન પર ક્રિકેટરમાંથી ધારાસભ્ય બનેલ ટીએમસીના જ મનોજ તિવારી છે જેમની સંપત્તિ ૨૦ કરોડ રૂપિયા છે.સૌથી ઓછી સંપત્તિવાળા ત્રણ ધારાસભ્યોમાં ભાજપના નિર્મલકુમાર ધારા જેમની કુલ સંપત્તિ ૧૭૦૦ રૂપિયા છે જયારે ટીએમસીના પુંડરાક્ષી સાહાની પાસે ૩૦,૪૨૩ રૂપિયાની સંપત્તિ છે અને ભાજપના જ ચંદના બાઉરીની પાસે માત્ર ૬૨,૨૯૩ રૂપિયાની સંપત્તિ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.