બંગાળ સહિત બિન ભાજપી રાજયો માટે ત્રણ લાખ કરોડનું પેકેજ
નવીદિલ્હી, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજુ કર્યુ ંહતું આ દરમિયાન તેમણે અનેક મોટી જાહેરાત કરી છે તેમાં બિન ભાજપ શાસિત રાજયોને પણ સાધવાનો પ્રયાસ કર્યો છે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટથી બંગાળ પર વધુ ફોકસ છે.હકીકતમાં નાણાંમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત રવીન્દ્રનાથ ટાગોરની લાઇનથી કરી હતી જયારે બંગાળ સહિત બિન ભાજપ શાસિત રાજયોને કોરોડના ડિવલપમેન્ટ પેકેજની જાહેરાત કરી.
નાણાંમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત કરતા ટાગોરની એક લાઇનનો ઉલ્લેખ કર્યો હતો કે વિશ્વાસ તે ચકલી છે જે સવારના અંધારામાં પણ રોશની અનુભવ કરી લે છે અને ગાય છે.નાણાંમંત્રીએ કહ્યું કે ઇતિહાસમાં આ પલ એક નવા યુગની સવાર છે જેમાં ભારત આશાની ભૂમિ બનવા તરફ અગ્રેસર છે. નાણાંમંત્રીએ કહ્યું કે ભારતમાલા પ્રોજેકટ માટે ૩.૩ લાખ કરોડ આપવામાં આવ્યા ચે આ ઉપરાંત તેમણે રેડ ઇફ્રાન્સ્ટકચર માટે ઇકોનોમિક કોરિડોર બનાવવાની જાહેરાત કરી તેમણે કહ્યું કે ૩૫૦૦ કિમી નેશનલ હાઇવેજ પ્રોજેકટ હેઠળ તમિલનાડુમાં ૧.૦૩ લાખ કરોડ ખર્ચ થશે તેનું કંસ્ટ્રકશન આગામી વર્ષે શરૂ થશે.
જયારે ૧૧૦૦ કિમી નેશનલ હાઇવે કેરલમાં બનશે આ હેઠળ મુંબઇ કન્યાકુમારી કોરિડોર પણ બનાવાશે તેની ઉપર ૬૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાશે આ ઉપરાંત બંગાળમાં ૨૫ હજાર રૂપિયાની ખર્ચે હાઇવે બનાવવાની જાહેરાત કરવામા આવી છે નાણાંમંત્રીએ કહ્યું કે કોલકતા સિલીગુડી રોડનું અપગ્રેડેશન થશે આ ઉપરાંત ૩૪ હજાર રૂપિયા આસામમાં નેશનલ હાઇવે પર ખર્ચ કરાશે.
નાણાંમંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં૬૭૫ કિલોમીટર લાંબી રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ કરવામાં આવશે તેના માટે ૨૫ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ બેઠળ બંગાળની જુના માર્ગોનું પણ મરમ્મત કરવામાં આવશે ખાસ કરીને કોલકતા અને સિલીગુડીની વચ્ચેના માર્ગોની સ્થિતિમાં સુધારો કરવામાં આવશેનાણામંત્રીએ કહ્યું કે ઈસ્ટર્ન, વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર ૨૦૨૨ સુધીમાં પૂરા થશે. રોડ મંત્રાલય ૧.૧૮ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
૧૧૦૦૦ કિલોમીટરના હાઈવેનું કામ પૂરું થયું. માર્ચ ૨૦૨૨ સુધીમાં ૮૫૦૦ કિલોમીટરના હાઈવે બની જશે. નાણામંત્રીએ કહ્યું કે તામિલનાડુમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ (૧.૦૩ લાખ કરોડ) જેમાં ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે. કેરળમાં પણ ૬૫ હજાર કરોડ રૂપિયાના નેશનલ હાઈવે બનાવવામાં આવશે. મુંબઈ-કન્યાકુમારી ઈકોનોમિક કોરિડોરની પણ જાહેરાત.
પશ્ચિમ બંગાળમાં પણ કોલકાતા-સિલિગુડી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત. નાણામંત્રીએ આસામમાં આગામી ત્રણ વર્ષમાં હાઈવે અને ઈકોનોમિક કોરિડોરની જાહેરાત કરી.HS