બંગાળ હિસાની તપાસ કરવા માટે કેન્દ્રે ચાર સભ્યોની ટીમ બનાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીના પરિણામ બાદ હિંસાની ઘટનાઓને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. પહેલા કડક અંદાજમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મમતા સરકારથી બંગાળ હિંસા પર વિસ્તૃત રિપોર્ટ સોંપવા કહ્યું અને હવે તેની તપાસ માટે એક ટીમની જ રચના કરી દીધી છે સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં ચુંટણી બાદ થયેલ કહેવાતી હિંસાના કારણોની તપાસ કરવા અને રાજયમાં જમીની સ્થિતિ લેવા ચાર સભ્યોવાળી એકની રચના કરી છે મંત્રાલયના વધારાના સચિવના નેતૃત્વમાં ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી છે.
આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે બંગાળ સરકારને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે રાજય સરકાર દ્વારા રિપોર્ટ નહીં મોકલવાની સુરતમાં આ મામલાને ગંભીરતાથી લેવામાં આવશે અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજય સરકાર સમય ગુમાવ્યા વિના આવી ધટનાઓને રોકવા માટે પગલા ઉઠાવે તેમ જણાવાયું છે એ યાદ રહે કે બંગાળમાં કહેવાતી હિંસામાં અત્યાર સુધી ૬ લોકોના મોત થયા છે.
બુધવારે મોકલવામાં આવેલ સ્મરણ પત્રમાં ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવથી કહ્યું હતું કે ત્રણ મેના રોજ રાજયમાં ચુંટણી બાદ થયેલી હિંસા પર તાકિદે રિપોર્ટ માંગ્યો છે અધિકારીઓના જણાવ્યા અનુસાર બંગાળ સરકારે અત્યાર સુધી રિપોર્ટ મોકલ્યો નથી પત્રમાં કહેવામાં આવ્યું છે કે નવીનતમ માહિતી અનુસાર બંગાળમાં હિંસાની ઘટનાઓ અટકી નથી અને તેનો અભિપ્રાય છે કે રાજય સરકારે તેમને નિયંત્રિત કરવા માટે પ્રભાવી પગલા ઉઠાવ્યા નથી
પત્રમાં કહેવામાં આવ્યું છે કે આથી સમય ગુુમાવ્યા વિના ઘટનાઓને રોકવા માટે તાકિદે જરૂરી પગલા ઉઠાવવાની જરૂરત છે તેમાં કહેવામાં આવ્યું છે કે તાકિદે વિસ્તૃત રિપોર્ટ ગૃહમંત્રાલયને મોકલવો જાેઇએ જાે રાજય સરકાર રિપોર્ટ નહી મોકલે તો આ મામલાને ગંભીરતાથી લેવામાં આવશે
એ યાદ રહે કે આક્રમક ચુંટણી પ્રચાર બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી સતત ત્રીજીવાર જીત હાંસલ કરી છે પરંતુ રવિવારે ચુંટણી પરિણામ આવ્યા બાદથી જ પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.રાજયના વિવિધ ભાગોમાં ચુંટણી બાદ થયેલી હિંસાામાં મંગળવાર સુુધી ઓછામાં ઓછા છ લોકોના મોત થઇ ચુકયા છે.ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસીના ગુંડાઓએ તેમના કાર્યકરોની હત્યા કરી છે મહિલાઓ પર હુમલો કર્યો છે
ઘરોમાં તોડફોડ કરી છે લુંટપાટ કરી છે. ભાજપ પ્રમુુખ નડ્ડાએ બુુધવારે દાવો કર્યો હતો કે ચુંટણી બાદ થયેલ હિંસામાં ભાજપના ઓછામાં ઓછા ૧૪ કાર્યકર્તાઓ માર્યા ગયા છે જયારે ટીએમસીએ આરોપોનો નકારી દીધા છે મમતા બેનર્જીએ કહ્યું કે જે વિસ્તારોમાં હિંસા અને અથડમણ થઇ રહી છે ત્યાં ભાજપ ચુંટણી જીતી છે. તેમણે કહ્યું કે આ ધટનાઓ ત્યારે થઇ જયારે કાયદો વ્યવસ્થા નિર્વાચન પંચની આધીન હતાં. બંગાળમાં ગત ત્રણ મહીનામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઇ છે.