બંટી ઔર બબલી ૨ સૂર્યવંશીની કમાણી પર બ્રેક લગાવશે?
મુંબઈ, સૈફ અલી ખાન અને રાની મુખર્જી સ્ટારર ફિલ્મ બંટી ઔર બબલી ૨ આખરે રિલીઝ થઈ. આ ફિલ્મના રિલીઝ થતાની સાથે જ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની કમાણીની ગતિ અટકવાની સંભાવના છે. જાે કે બંને ફિલ્મો અલગ-અલગ જાેનરની છે, પરંતુ તેમ છતાં એવું માનવામાં આવે છે કે, આ ફિલ્મ રોહિત શેટ્ટીની ફિલ્મની કમાણીનાં માર્ગમાં મોટો ખતરો બની શકે છે.
લાંબા સમય બાદ દર્શકો સૈફ અલી ખાન અને રાની મુખર્જીની જાેડીને કોમેડીથી ભરપૂર ફિલ્મ બંટી ઔર બબલી ૨ સાથે થિયેટરમાં જાેઈ રહ્યા છે. બંને લગભગ ૧૨ વર્ષ પછી એકસાથે સિલ્વર સ્ક્રીન શેર કરી રહ્યા છે. તો, અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ ધમાકેદાર કમાણી કરી રહી છે.
જાેકે, ‘સૂર્યવંશી’ માટે રાહતની વાત છે કે, તે છેલ્લા બે અઠવાડિયાથી ઘણી કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં જાે ફિલ્મ સમીક્ષકોનું માનીએ તો બંટી ઔર બબલી ૨ના કારણે કમાણી મામલે થોડો પડકાર રહેશે. બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, ‘સૂર્યવંશી’એ બુધવાર સુધી બીજા સપ્તાહમાં ૧૬૩.૦૭ કરોડની કમાણી કરી છે.
આ ફિલ્મ ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થવામાં વધારે દૂર નથી. જાેકે ‘બંટી ઔર બબલી ૨’ આના પર બ્રેક લગાવી શકે છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે થિયેટર બંધ હતા. હવે તે ધીમે ધીમે ખૂલવા માંડ્યા છે. ‘સૂર્યવંશી’ પછી હવે સૈફ અને રાનીની ફિલ્મ દર્શકોનો ધસારો વધારવામાં મદદરૂપ થશે.
પરંતુ આના પરથી એ નિશ્ચિત છે કે, છેલ્લા બે સપ્તાહથી એકલા હાથે રાજ કરી રહેલા ‘સૂર્યવંશી’ને ચોક્કસ ટક્કર મળશે. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે, ‘બંટી ઔર બબલી ૨’ સારી ઓપનિંગ કરી શકે છે. આ ફિલ્મ લગભગ ૪-૫ કરોડની કમાણી સાથે ખાતું ખોલાવી શકે છે. તમને જણાવી દઈએ કે ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘બંટી ઔર બબલી’એ શાનદાર કમાણી કરી હતી.
ફિલ્મનું કલેક્શન ૩૬.૨૫ કરોડ હતું. ફિલ્મ સમીક્ષકોએ પણ ઉત્તમ પ્રતિભાવો આપ્યા હતા. અગાઉની ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની જાેડી હતી, આ વખતે રાની સાથે સૈફ અલી ખાન છે. જાેવાનું એ રહેશે કે આ જાેડીને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે. આ સિવાય સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાળા જેવા નવા સ્ટાર્સની હાજરી આ વખતે કેવો ચમત્કાર બતાવી શકે છે.SSS