બંધન બેંકનો ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 1747% વધીને રૂ. 1902.3 કરોડ થયો
નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં બંધન બેંકે ઊંચી વ્યવસાયિક વૃદ્ધિ કરી
31 માર્ચ, 2022 સુધી કુલ ગ્રાહકની સંખ્યા 2.63 કરોડ થઈ
કુલ ડિપોઝિટ વાર્ષિક ધોરણે 23.5% વધીને રૂ. 96,331 કરોડ થઈ
કોલકાતા, સર્વસમાવેશક બેંકિંગને કેન્દ્રમાં રાખીને કાર્યરત યુનિવર્સલ બેંક બંધન બેંકે આજે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાના એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. અર્થતંત્રમાં સુધારો થવાની સાથે બેંકે ઊંચી વૃદ્ધિ જાળવી રાખી હતી.
બેંકનો કુલ વ્યવસાય (ડિપોઝિટ અને એડવાન્સ) વર્ષ-દર-વર્ષ 18.6 ટકા વધીને 31 માર્ચ, 2022ના રોજ આશરે રૂ. 1.96 કરોડ થઈ હતી. બેંક ભારતમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 34માં 5639 બેંકિંગ આઉટલેટ મારફતે 2.63 કરોડ ગ્રાહકોને સેવા આપે છે. બંધન બેંકમાં કર્મચારીઓની સંખ્યા 60,211 છે.
ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની ડિપોઝિટ બુક અગાઉના સમાન ગાળાની સરખામણીમાં સમીક્ષાના ગાળામાં 24 ટકા વધી હતી. અત્યારે કુલ ડિપોઝિટ રૂ. 96,331 કરોડ હતી. આ ગાળામાં બેંકની રિટેલ ડિપોઝિટ બુકે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી અને વર્ષ-દર-વર્ષ 21 ટકા વધીને રૂ. 74,441 કરોડ થઈ હતી. કરન્ટ એકાઉન્ટ એન્ડ સેવિંગ્સ એકાઉન્ટ (કાસા) બુક વર્ષ-દર-વર્ષ 18 ટકા વધી હતી અને સંપૂર્ણ ડિપોઝિટ બુકમાં કાસા રેશિયો 41.6 ટકા હતો.
એડવાન્સના સંબંધમાં બેંકની એડવાન્સમાં અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 16 ટકાનો વધારો થયો હતો. અત્યારે કુલ એડવાન્સ રૂ. 1,01,359 કરોડ છે.
બેંકની સ્થિરતાના સંકેત સમાન મૂડીપૂર્તતા રેશિયો (સીએઆર) 20.1 છે, જે નિયમનકારી જરૂરિયાતથી ઘણો વધારે છે.
સમગ્ર દેશમાં પોતાના ગ્રાહકોને સેવા આપવા બંધન બેંકે સમગ્ર ભારતમાં એની કામગીરીમાં વિવિધતા લાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે તથા એસએમઇ લોન્સ, ગોલ્ડ લોન્સ, પર્સનલ લોન્સ અને ઓટો લોન્સ જેવા ક્ષેત્રોમાં એના પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારી રહી છે.
આ પરિણામો પર બેંકના એમડી અને સીઇઓ ચંદ્રશેખર ઘોષે કહ્યુ હતું કે, “બેંકે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં મજબૂત કામગીરી સાથે એની શ્રેષ્ઠતા પુરવાર કરી હતી. અમારા બિઝનેસ મોડલમાં અમારો વિશ્વાસ વધારે મજબૂત થયો છે.
અમે અમારી કામગીરીમાં વિશ્વાસ મૂકવા બદલ અને સતત સાથસહકાર આપવા માટે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ, જેણે બંધન બેંકને લાખો ભારતીયો માટે બંધન બેંકની મનપસંદ બેંકિંગ પાર્ટનર બનાવી છે.”
બંધન બેંક વિશે:
બંધને વર્ષ 2001માં નોટ-ફોર-પ્રોફિટ સંસ્થા તરીકે કામગીરી શરૂ કરી હતી, જે સતત આજીવિકાનાં સર્જન દ્વારા નાણાકીય સર્વસમાવેશકતા અને મહિલા સશક્તિકરણમાં માને છે. આ થોડાં વર્ષમાં એનબીએફસીમાં પરિવર્તિત થઈ છે, પણ નાણાકીય સર્વસમાવેશકતાનો મુખ્ય ઉદ્દેશ જળવાઈ રહ્યો છે.
જ્યારે બંધન બેંકે 23 ઓગસ્ટ, 2015નાં રોજ કામગીરી શરૂ કરી હતી, ત્યારે ભારતમાં માઇક્રોફાઇનાન્સ સંસ્થા યુનિવર્સલ બેંકમાં પરિવર્તિત થનાર પ્રથમ સંસ્થા બની હતી. બેંક શરૂ થવાનાં દિવસે બંધન બેંકની શરૂઆત 2,523 બેંકિંગ આઉટલેટ્સ સાથે થઈ હતી.
બંધન બેંક સતત શ્રેષ્ઠ સેવા આપવા આતુર છે. આ શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ ગ્રાહકોને વૈશ્વિક કક્ષાનાં ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં બંધન બેંકે 5639 બેંકિંગ આઉટલેટ્સ સાથે ભારતમાં એની કામગીરી ભારતનાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એની પાંખો ફેલાવી છે, જે 2.63 કરોડ ગ્રાહકોને સેવા આપે છે.
પોતાનાં અનુભવી મેનેજમેન્ટ, વિવિધતાસભર ટીમ અને વિતરણનાં વિસ્તૃત માળખા સાથે બંધન બેંક તેના ગ્રાહકો અને હિતધારકોની આકાંક્ષાઓ પૂર્ણ કરે છે.