Western Times News

Gujarati News

બંધ પડેલા વાહનો રીપેર કરવા ગેરેજવાળાએ બેફામ પૈસા લીધા!

(એજન્સી) અમદાવાદ,  અમદાવાદમાં આવેલા ભારે વરસાદમાં સંખ્યાબંધ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો બંધ થઈ ગયા હતા. બંધ પડેલા વાહનો ચાલુ કરવા માટે ગેરેજવાળાએ મનફાવે એ પ્રમાણે નાણાં વસુલ્યા હતા. સામાન્ય દિવસોમાં પ્લગ સાફ કરવાના રૂા.પ૦ લેતા હતા તેના રૂા.ર૦૦ વસુલ્યા હતા.

તો કેટલીક જગ્યાએ ગેરેજવાળાએ સ્થળ ઉપર આવવા માટે વિઝીટના નામે નાણાં વસુલ્યા હતા. જ્યારે બીજીતરફ ફોર વ્હીલર વાહનને ટૉ કરીને ગેરેજ સુધી લઈ જવા માટે ડબલ ભાડુ વસુલ્યુ હતુ. એટલુ જ નહીં પણ કેટલાંક વાહનોમાં સ્પેરપાર્ટસ બગડેલા હોવાથી તે ખરીદવા માટે પણ વધુ  નાણાં આપવા પડતા હતા.

લોકડાઉન હોવાથી ગેરેજ, વાહનોના સ્પરપાર્ટસની દુકાનો બંધ રાખવામાં આવી છે. જાે કોઈ ગેરેજવાળા દુકાન ખોલશે તો રૂા.પ હજારનો દંડ ફટકારવાની ચિમકી એસોસીએશન દ્વારા આપવામાં આવી હતી. વરસાદમાં ટુ વ્હીલર વાહનના સાયલેન્સરમાં પાણી જવાને કારણે વાહન બંધ પડી ગયા હતા.

જેનો ગેરજવાળાએ ભરપૂર રીતે મનફાવે એવી રીતે ઉઠાવીને તે રીતે ગ્રાહકો પાસેથી નાણાં વસુલ્યા હતા. જયારે ફોર વ્હીલર વાહન પાણીમાં જવાને કારણે બંધ પડી ગયા હતા. આ વાહનને ક્રઈન દ્વારા ગેરેમાં લઈ જવાના ડબલ નાણાં ચુકવવા પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.