બંધ રાઇસમીલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપાયો
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ તથા મહે.ના.પો. અધિ કપડવંજ વિભાગ કપડવંજ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ખેડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં બી.એમ.માળી સીની.પો.સ.ઇ તથા અ.હેડકો જનકકુમાર, દિનેશભાઇ, દિલીપકુમાર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઉમીયાપુરા ગામે આવેલ બંધ આશાપુરી ઇન્ડસ્ટ્રીઝ ( રાઇસમીલ ) ના કંમ્પાઉન્ડમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનું વાહનોમાં કટીંગ ચાલતુ હોવાની બાતમી આધારે સદર જગ્યાએ રેઇડ કરતા
ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશીદારૂની જુદાજુદા માર્કાની ૩૬૬ પેટીઓ જેમાં મેકડોવેલ્સ નંબર વનની ૨૫૬ પેટી તથા રોયલ ચેલેન્જની ૨૫ પેટી તથા માસ્ટર મુમેન્ટસની ૮૫ પેટી તથા માસ્ટર મુમેન્ટસના છુટા પર નંગ તથા મેકડોવેલ્સના છુટા ૧૦ નંગ મળી કુલ્લ ૪,૪૫૪ બોટલો ૭૫૦ મી.લીની કિ.રૂ .૧૪,૩૮ ,૮૨૦ / – તથા કન્ટેનર તથા અશોક લેલેન્ડ આઇશર તથા હોન્ડા મોબીલીયો ફોર વ્હીલ ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ .૪૦,૪૩,૮૨૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી મનહરભાઇ ઉર્ફે મનુભાઇ ગોરધનભાઇ પટેલ રહે ઉમીયાપુરા દુધની ડેરી સામે તા.જી. ખેડા નાઓને ઝડપી પાડતી ખેડા ટાઉન પોલીસ .