Western Times News

Gujarati News

બંને દેશોએ પેંગોગ સરોવરનાં દક્ષિણ કિનારાથી ટેન્કોને પાછી લઇ જવાની શરૂ કરી પ્રક્રિયા

નવી દિલ્હી, ઇસ્ટર્ન લદ્દાખમાં LAC પર ભારત-ચીન વચ્ચેની તંગદીલી ખતમ થવાની પ્રક્રિયામાં હવે ચીનની ટેન્કો પીછેહઠ કરતી જોવા મળી રહી છે. ડિસએન્ગજમેન્ટની પ્રક્રિયા શરૂ કરવાનાં પહેલા ભારત અને ચીનની સેનાનાં લોકલ કમાન્ડર્સની મિટિંગ થઇ, ત્યાર બાદ પેંગોગ સરોવરનાં દક્ષિણ કિનારાથી બંને દેશોએ પોતાની ટેન્કોને પાછી લઇ જવાની પ્રક્રિયા શરૂ કરી, આ પ્રક્રિયાનું વેરીફિકેશન ભારત અને ચીનની સેના સાથે મળીને કરી રહી છે, દરરોજ બે વખત લોકલ કમાન્ડરર્સ મળી રહ્યા છે.

ભારતીય સેનાનાં એક ઉચ્ચ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે બંને દેશોએ દક્ષિણ કિનારા પર મોટી સંખ્યામાં ટેન્કો તૈનાત કરી હતી, બુધવારે ટેન્કોની સાથે જ કોમ્બેટ વ્હિકલે પણ પાછા હટવાનું શરૂ કર્યું, ટેન્ક અત્યાર સુધીમાં સંપુર્ણપણે પાછી ફરી છે, તેમણે જણાવ્યું કે દરેક પગલે બંને દેશ જોઇન્ટ વેરિફિકેશન પણ કરી રહ્યા છે, તેમાં ફિઝિકલ વેરિફિકેશનની સાથે જ ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન પણ થયું, ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન માટે સેટેલાઇટ ઇમેજની સાથે જ ટ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દરેક વેરિફિકેશન બાદ બીજુ પગલું ભરવામાં આવશે, તેમણે જણાવ્યું  કે પેંગોગ સરોવરનાં દક્ષિણ કિનારાથી જ્યાં સૌથી પહેલા ટેન્કોને પાછી લઇ જવામાં આવી રહી છે, ત્યાં જ ઉત્તરનાં કિનારાથી પણ જવાનોની સંખ્યા ઓછી કરવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે.

સેનાનાં અધિકારીએ જણાવ્યું કે આ ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા છે, ડિએસ્કેલેશનની નહીં, એટલે કે જવાનો અને સૈન્ય સરંજામ જે હાલ એકદમ સામ-સામે છે, તેને પાછો હટાવવવામાં આવી રહ્યો છે, પાછળ સૈનિકોની તૈનાતી તથા અન્ય જરૂરી સૈન્ય સરંજામમી તૈનાતી હજુ ચાલુ જ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.