બકરી ચરાવવા ગયેલ ૧૧ વર્ષની માસુમ પર બળાત્કાર કરી હત્યા
અજમેર: રાજસ્થાનના અજમેરના પુષ્કરથી એક દિલ ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે અહીંના વેઘનાથ ધામની પહાડીઓ પરથી ૧૧ વર્ષની માસુમ બાળકીનું માથુ કચડાયેલ હાલતમાં શબ મળ્યુ છે જેથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે મામલાની તપાસ દરમિયાન બાળકીની સાથે દુષ્કર્મ બાદ હત્યાની વાત સામે આવી રહી છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી મામલાનો ૧૨ કલાકમાં ખુલાસો કરવાનું આશ્વાસન આપ્યું છે.
મૃતકના ભાઇએ કહ્યું કે દરરોજની જેમ તેની ૧૧ વર્ષની બેન પહાડી પર બકરી ચરાવવા ગઇ હતી અને સાંજ સુધી બાળકી ધરે આવી નહી આથી તેની શોધ શરૂ કરાઇ હતી આ દરમિયાન મધ્યરાત્રિ બાદ તેનું શબ પહાડીઓ પરથી મળ્યું હતું
મૃતકના ભાઇએ કહ્યું ક તાકિદે આરોપીઓની ધરપકડ થશે નહીં તો તે શબ પણ ઉઠાવશે નહીં આ ઘટનાથી ઉશ્કેરાયેલા ગ્રામિણોએ આરોપીની ધરપકડને લઇ પુષ્કરની રાજકીય હોસ્પિટલની બહાર સુત્રોચ્ચાર કર્યા હતાં અને જયાં સુધી આરોપી પકડાશે નહીં ત્યાં સુધી સ્થાન નહીં છોડવાનો નિર્ણય લીધો હતો. જયારે ધારાસભ્ય સુરેશ સિંહે પણ નારાજગી વ્યકત કરતા કહ્યુ ંછે કે જાે ૨૪ કલાકમાં આરોપી પકડાશે નહીં તો તે પણ એસપી ઓફિસની બહાર ભૂખ હડતાળ કરશે