Western Times News

Gujarati News

બકસરમાં બાળકોની સામે જ મહિલા પર ગેંગરેપ થયો

Files Photo

બક્સર: દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારને રોકવાના પ્રયાસો ચોક્કસપણે કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં અવારનવાર માનવતાને શર્મસાર કરી નાખે એવા કિસ્સા આપણી સામે આવતા રહે છે. બક્સરના મુફસ્સિલ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવેલા એક ગામમાં શનિવારની રાત્રે એક ૨૨ વર્ષીય ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. દુષ્કર્મના આરોપમાં પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. બક્સરની અદાલતે રવિવારના રોજ બે આરોપીઓ ગોલુ ચૌહાણ(ઉંમર ૨૦ વર્ષ) અને લાલજી ચૌહાણ(૧૯ વર્ષ)ની અટકાયત કરાવી છે. પોલીસે જણાવ્યું કે મહિલાના બે નાના બાળકો છે, જેમાંથી એક દીકરો છે અને એક દીકરી છે.

આ બાળકોની સામે રાત્રે એક વાગ્યે આરોપીઓએ ગેંગરેપનું શરમજનક દુષ્કર્મ આચર્યું. બન્ને બાળકોની ચીસો સાંભળીને પાડોશીઓએ પોલીસને જાણ કરી. આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા પરંતુ પોલીસ તેમની ધરપકડ કરવામાં સફળ રહી છે. આ શરમજનક ઘટનાની ફરિયાદ બક્સરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

પોલીસ સ્ટેશનના પ્રભારી નીતૂ પ્રિયાએ જણાવ્યું કે, ગેંગરેપ દરમિયાન આરોપી ગોલુએ મહિલાને પકડી રાખી હતી જ્યારે અન્ય આરોપી લાલજીએ મહિલાનું ગળુ દબાવી રાખ્યુ હતું જેથી તે ચીસો ના પાડી શકે. ગરમીને કારણે મહિલાના ઘરનો મુખ્ય દરવાજાે ખુલ્લો હતો, જેનો લાભ લઈને બન્ને આરોપી ઘરમાં આવી ગયા અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. સ્થાનિક હોસ્પિટલમાં પીડિત મહિલાની તપાસ કરવામાં આવી અને હવે રિપોર્ટની રાહ જાેવામાં આવી રહી છે.

મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારીએ આગળ જણાવ્યું કે, મહિલા પોતાના બે બાળકો સાથે ગામમાં એકલી રહે છે કારણકે તેનો પતિ અન્ય રાજ્યમાં ખાનગી કારખાનામાં નોકરી કરે છે. ડીએસપી ગોરખ રામે જણાવ્યું કે પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.