બગદાદમાં ફરીથી અમેરીકી દૂતાવાસ નજીક રોકેટે હુમલો
બગદાદ: ઈરાકની રાજધાની બગદાદમાં આવેલ ગ્રીન ઝોનમાં આજે સવારે અમેરીકી દૂતાવાસ નજીક બે રોકેટ ઝીંકવામાં આવ્યા હતા. આ બે રોકેટમાંથી એક અમેરીકન દૂતાવાસ પાસે પડયુ હતુ. જા કે આ હુમલામાં કોઈ ખુંવારી થઈ હોવાની માહિતી મળી નથી. ઈરાકમાં ઓક્ટોબર બાદ અમેરીકન મથકો પર આ ર૦મો હુમલો છે. અહેવાલો અનુસાર કત્યુશા રોકેટે હાઈસિક્યોરીટીવાળા ગ્રીન ઝોનમાં દાગવામાં આવ્યુ હતુ.
આ ગ્રીન ઝોનમાં સરકારી ઈમારતો અને કેટલાંય દેશોના દૂતાવાસ આવેલા છે. આ અગાઉ ઈરાકના શીરકૂક પ્રાંતમાં ર૭મી ડીસેમ્બરે સન્ય મથક પર થયેલા રોકેટ હુમલામાં અમેરીકી કોન્ટ્રાક્ટરનું મોત થયુ હતુ. આ હુમલામાં કેટલાંય અમેરીકી અને ઈરાકી સૈનિકો ઘાલ થયા હતા. સૈન્ય મથક ઉપર ૩૦ રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જા કે આ હુમલા માટે હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.