બગદાદમાં ફરી અમેરિકી દુતાવાસની પાસે રોકેટથી હુમલો
બગદાદ, અમેરિકા દ્વારા વરિષ્ઠ ઇરાની કમાંડર કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ ખાડીમાં તનાવ વધી ગયો છે આ કડીમાં ઇરાકના પાટનગર બગદાદ ખાતે અમેરિકી દુતાવાસની પાસે ફરી રવિવારે મોડી રાતે બે રાકેટથી હુમલો કર્યો હતો. આ માહિતી નજરેજાનારાઓએ આપી હતી આ પહેલા શનિવારે રાતે પણ રોકેટથી અમેરિકી દુતાવાસ અને બલાદ એયરબેસ પર ચાર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો જા કે હુમલામાં કોઇને જાનહાની થઇ હોવાના અહેવાલો નથી.
ઇરાકમાં અમેરિકી દુતાવાસ અને એયરબેસ પર રોકેટથી હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે રવિવારે ઇરાનને ચેતવણી આપી કે તેણે ઇરાનમાં ૫૨ સંભવિત સ્થળોની ઓળખ કરી છે જા તહેરાનને સુલેમાની હત્યાનો બદલો લેવા માટે અમેરિકાની વિરૂધ્ધ કોઇ પણ હુમલાને પરિણામ આપ્યો તો તેનું પરિણા ખુબ ખતનાક હશે.
સુરક્ષા વ્યવસ્થાથી જાડાયેલ સુત્રોનું કહેવુ છે કે શુક્રવારે ગ્રીન જાનમાં બે મોર્ટાર અને અમેરિકી એયરબેસ પર બે રોકેટ દાગવામાં આવ્યા હતાં ગ્રીન જાન બગદાદનો ખુબ સુરક્ષિત વિસ્તાર છે જયાં અમેરિકી દુતાવાસ આવેલ છે ઇરાકી સેનાનું કહેવુ છે કે એક મોર્ટાર ગ્રીન જાન એકલેવના પરિસરમાં અને બીજો તેની નજીક ફોટયો હતો. વિસ્ફોટ બાદ તરત જ ત્યાં ચારો બાજુ સાયરનનો અવાજ ગુંજી ઉઠયો હતો ઇરાકી સેનાએ કહ્યું કે મોર્ટાર હુમલા બાદ બગદાદના ઉત્તરમાં આવેલ બલાદ એયરબેસને બે રોકેટથી નિશાન બનાવવામાં આવ્યા ત્યાં અમેરિકી સેનાઓ રહે છે.
સુત્રોનું કહેવુ છે કે હુમલા બાદ તરત જ એયરબેસના ચારે બાજુ દેખરેખ ડ્રોન ઉડાન ભરવા લાગ્યા હતાં બગદાદમાં અમેરિકી દુતાપાસ અને ઇરાકમાં તહેનાત લગભગ ૫,૨૦૦ અમેરિકી સૈનિકોને તાજેતરના દિવસોમાં અનેકવાર હુમલાનો સામનો કરવો પડયો છે અમેરિકા આ હુમલા માટે ઇરાનને જવાબદાર ઠેરવે છે.ગત અઠવાડીયે ઉત્તરી ઇકાકીમાં થયેલ આવો જ એક હુમલામાં અમેરિકી કોન્ટ્રેકટરનું મોત નિપજયું હતું ત્યારબાદ અમેરિકાની કાર્યવાહીમાં ૨૫ લડાયકો માર્યા ગયા હતાં જે ઇરાનની નજીકની નજીક માનવામાં આવે છે ઇરાન અને અમેરિકા વચ્ચે તનાવ તે સમયે ખુબ વઘી ગયો જયારે અમેરિકાએ બગગાગમાં ઇરાનના ટોપ કમાંડર કાસિમ સુલેમાનીને ડ્રોન હુમલામાં માર્યા ગયેલા હતાં સુલેમાનીને અહીં હવાઇમથકોની બહાર કાઢતી વખતે નિશાન બનાવવામાં આવ્યા હતાં.