બગલામુખીની મુલાકાત લેવા પાછળ શિલ્પાનો ખાસ હેતુ હતો

મુંબઈ, પોર્નોગ્રાફી કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા આ મહિનાની શરૂઆતમાં પહેલીવાર સાથે જાહેરમાં દેખાયા હતા. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા હિમાચલ પ્રદેશની પ્રવાસે ગયા હતા અને આ દરમિયાન પ્રખ્યાત બગલામુખી મંદિરની મુલાકાત લીધી હતી, જે ધર્મશાલા નજીક આવેલું છે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ બગલામુખી મંદિરની મુલાકાત લીધી તે સમયની ઘણી તસવીરો સામે આવી હતી. જેમાં બંને યલ્લો કલરના આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું હતું. શિલ્પા શેટ્ટીએ પીળા કલરની સાડી પહેરી હતી અને રાજ કુંદ્રા પીળો કૂર્તો-પાયજામો પહેર્યો હતો.
બંનેએ મંદિરમાં માથું ટેકવ્યું હતું અને માતાજીને પ્રસાદ ધરાવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં આવેલા મા બગલામુખીના મંદિરે દેશભરમાંથી લોકો આવે છે અને તેવું કહેવાય છે કે માતા તેમના ભક્તોને શત્રુઓથી બચાવે છે. એક રસપ્રદ હકીકત એ પણ છે કે જે લોકો કાયદાકીય કેસના બોજા હેઠળ દબાયેલા હોય છે તેઓ પણ માતાના દર્શન કરવા આવે છે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા છેલ્લા કેટલાક મહિનામાં મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે. રિપોર્ટ્સ પ્રમાણે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ મંદિરમાં હવન કર્યો હતો. આ હવન કાયકાદીય કેસથી મુક્તિ તેમજ કાળા જાદૂથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, પોર્ન ફિલ્મો બનાવવા અને તેને વિવિધ એપ પર લોન્ચ કરવાના મામલે રાજ કુંદ્રાની ૧૯ની જુલાઈએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ ૨૧મી સપ્ટેમ્બરે તે જામીન પર મુક્ત થયો હતો.
તે બાદથી રાજ કુંદ્રાએ જાહેરમાં દેખાવાનું ટાળ્યું હતું. હિમાચલ પ્રદેશના પ્રવાસ પરથી પરત ફરતી વખતે પણ એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી એકલી જાેવા મળી હતી. જ્યારે તેના બાળકો અને રાજ કુંદ્રા ગાયબ હતા. હિમાચલ પ્રદેશથી આવ્યા બાદ રાજ કુંદ્રા મુંબઈમાં રમકડાની એક દુકાનમાંથી દીકરી સમિષા માટે રમકડાં ખરીદતો પણ દેખાયો હતો.SSS