બગસરામાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે પડાપડી

બગસરા, બગસરા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણા વેચવા માટે ખેડૂતોએ પડાપડી કરી છે. યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી લાઈન લાગી છે. જાે કે રસ્તા પર વાહનોના ખડકલાથી અન્યવેપારીઓના કામકાજમાં અડચણ ઉભી થતી હોવાથી રોષ ફેલાયો છે.
ચાલુ વર્ષે ખુલ્લા બજારમાં ચણાના ભાવ કરતા ટેકાના ભાવ વધુ મળતો હોવાથી અને આ વિસ્તારમાં ચણાનું મબલખ ઉત્પાદન થયું હોવાથી બગસરા અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો રીક્ષા ટ્રેકટર સહીતના વાહનોમાં ચણા ભરી યાર્ડમાં ઉમટી પડયા છે. વહેલી સવારથી જ યાર્ડે બહાર લાઈન લાગે ેછ.
હરાજીમાં સાંજ પડી જાય છે. જાેકે રસ્તા પર ચણા ભરેલા વાહનોના કારણે અન્ય દુકાનો ઢંકાઈ જતી હોવાથી વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. વારંવાર ટ્રાફીક જામ થઈ જાય છે.આથી વેપારીઓમાં અસંતોષ પ્રવર્તે છે. હાલમાં યાર્ડથી બસસ્ટેન્ડ સુધી લાઈન કરવામાં આવે છે.
રસ્તાની બંને બાજુ વાહનોની કતાર જામે છે. વળી આ રસ્તા પર બંને બાજુ અન્ય ધંધાર્થીઓની દુકાનો આવેલી હોવાથી મુશ્કેલી પડી રહી છે. આથી વાહનોની લાઈન યાર્ડથી નટવરનગર તરફ કરવામાં આવે તે જરૂરી છે.