બગીચાની દિવાલ પર પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રો જોવા મળ્યા
નવી દિલ્હી, પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાન તરફી તત્વો માથુ ઉંચકી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.
હવે પંજાબના ફરીદકોર્ટમાં એક બગીચાની દિવાલ પર પાકિસ્તાન ઝીંદાબાદના સુત્રો લખેલા જાેવા મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
પોલીસે સીસીટીવીની તપાસ શરુ કરી છે.આ મામલામાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસને એલર્ટ પર મુકવામાં આવી છે.તથા ચેક પોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે.
પોલીસે દિવાલને નવેસરથી પેઈન્ટ કરીને ખાલિસ્તાન તરફી સૂત્રોને ઢાંકી દીધા હતા.આ પહેલા પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સના હેડ ક્વાર્ટર પર રોકેડ લોન્ચર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એક આરોપી નિશાન સિંહને ફરીદકોટ પોલીસે પકડી પાડયો છે.SSS