બગોદરા માર્ગ પર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત
અમદાવાદ, ફેદરાથી બગોદરા માર્ગ અકસ્માતનો ગોઝારો બનાવ બન્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે જાણ થતાં કોઠ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, લોલીયા ગામના વતની વિક્રમભાઈ જાદવ પોતાનું બાઈક લઈને તેમના પત્ની ભાવનાબેન, બે દીકરા પાર્થ અને પ્રફૂલ અને દીકરી પ્રિયંકા સાથે લુલીયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. જાે કે, આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બગોદરા સામુહિત આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જાે કે, ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે બગોદરાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ધોળકા ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી રીના રાઠવા તાત્કાલિક કોઠ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર વાહન શોધવાના ચક્રોગતિમાન કર્યા છે.HS