બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ ભરેલી તૂફાન ગાડી ટ્રક પાછળ ઘૂસી ગઈ: 3નાં મોત
બગોદરા, બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં છે તો અન્ય 10ને ઇજા પહોંચી છે. એકાએક ટ્રક પાછળ એક તુફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો છે. બગોદરા-બાવળા-ફેદરા સહિતની 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાલમાં બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા છે. અકસ્માત થયેલી તુફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે.
તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડિયાના કોર્ડિનેટર ભાર્ગવ પઢીયારના દિકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામતાં રાજકોટ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુત, હેમાંગભાઈ વસાવડા અને પ્રવિણભાઈ સોરાણી બગોદરા આવવા રવાના થઈ ગયાં હતાં.