બચત ખાતા બાદ સોનામાં સૌથી વધારે રોકાણ કરાયુ
નવીદિલ્હી, સમગ્ર દુનિયામાં લોકો બચત ખાતા અને જીવન વીમા બાદ હવે સોનાની ખરીદીમાં સૌથી વધારે રોકાણ કરી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પોતાના નવા હેવાલમાં આ મુજબનો દાવો કર્યો છે. સોનાની ખરીદીને લઇને સમગ્ર વિશ્વમાં રહેતા તમામ લોકો એક સમાન વિચારધારા ધરાવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા પોતાના હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સોનાની ખરીદી કરવા અને તેમાં રોકાણ કરવાને લઇને લોકો ખાસ રસ ધરાવે છે. સોનામાં રિટેલ રોકાણ અને જ્વેલરી માર્કેટના સંબંધમાં નવા ટ્રેન્ડ અંગે માહિતી આપવામાં આવી છે.
રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સોનુ સૌથી વધારે લોકોના પસંદગીના વિકલ્પ તરીકે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે ૫૬ ટકા લોકોએ રિટેલ રોકાણકારોએ સોનામાં ખરીદીને પ્રાથમિકતા આપી છે. આનાથી વધારે લોકોએ બચત ખાતા અને જીવન વીમામાં રોકાણ કરવાને લઇને ઇચ્છા વ્યક્ત કરી છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકો પૈકી ૭૮ ટકા લોકો એવા રહ્યા છે જે બચત ખાતામાં રોકાણ કરવાને લઇને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. આવી જ રીતે ૫૪ ટકા લોકો એવા છે જે જીવન વીમામાં રોકાણ કરવા માટે ઇચ્છુક છે.
આ રિસર્ચ રિપોર્ટ માટે ૧૮૦૦૦ લોકોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં ચીન, ભારત, ઉત્તરી અમેરિકા, જર્મની અને રશિયા સહિતના દેશોના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. સોના પ્રત્યે તેમની ભાવના શુ રહેલી છે તે બાબતની નોંધ લેવામાં આવી હતી. આમાં કહેવામાં આવ્યુ હતુ કે લોકો કઇ રીતે અને કેમ સોનાની ખરીદી વધારે કરે છે. નવા અભ્યાસથી આ બાબત નક્કી થાય છે કે રિટેલ રોકાણકારો અને ફેશનમાં રસ ધરાવનાર લોકો એક તૃતિયાંશ પ્રમાણમાં જ સોનાની ખરીદી કરે છે. બચત ખાતા બાદ સોનામાં સૌથી વધારે પ્રમાણમાં રોકાણ કરવામાં આવી રહ્યુ છે.
ચલણમાં સતત ઉતારચઢાવની સ્થિતિ રહે છે. આવી સ્થિતિમાં સોનાને સૌથી આદર્શ તરીકે ગણવામાં આવે છે. કારણ કે સોનામાં રોકાણ કરવાથી ક્યારેય નુકસાન થતુ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રિટેલ રોકાણકારો પૈકી બે તૃતિયાંશ અથવા તો ૬૭ ટકા કરતા વધારે રોકાણકારો માને છે કે ફુગાવામાં સતત ફેરફારો થતા રહે છે. ચલણમાં પણ આવી જ સ્થિતિ રહે છે. આ ઉપરાંત ૬૧ ટકૈ લોકોનો વિશ્વાસ છે કે સોનુ ચલણની તુલનામાં સારા રોકાણના માધ્યમ તરીકે છે. રોકાણને મહત્વની વાત તરીકે ગણવામાં આવે છે. રોકાણકારો મુખ્ય રીતે ચાર ચીજામાં વધારે પૈસા ખર્ચ કરે છે. જેમાં બચત ખાતા, સોના અને જીવન વીમા તેમજ ફેશનનો સમાવેશ થાય છે.