બચ્ચન પરિવારના યુરોપ ટૂરના જૂના ફોટા વાયરલ
મુંબઈ: કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં લગાવવામાં આવેલાં લોકડાઉનને કારણે ૩થી ૪ મહિના સુધી લોકો ઘરમાં બંધ રહ્યાં પણ જેમ જ આ લોકડાઉનમાં થોડી છૂટછાટ મળવા લાગી તો, સામાન્ય માણસથી માંડીને બોલિવૂડ સ્ટાર્સ ઘરમાંથી બહાર નીકળવા લાગ્યા. અવાર નવાર માલદીવ્સની બોલિવૂડ સ્ટાર્સની તસવીરો સામે આવી રહી છે. અને દરરોજ કોઇને કોઇ એક્ટ્રેસ માલદિવ્સ જઇ રહ્યું છે. ત્યારે આ સમય વચ્ચે સોશિયલ મીડિયા પર બચ્ચન પરિવારની કેટલીક જૂની તસવીરોસોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.
જે યૂરોપની છે, પણ એવું નથી કે બચ્ચન પરિવાર હાલમાં યૂરોપ ફરવા ગયા હોય.. આ તસવીરો કોરોના કાળ પહેલાની છે. આપને જણાવી દઇએ કે, કોરોના કાળ પહેલાં બચ્ચન પરિવાર યૂરોપમાં રજાઓ ગાળવા ગયુ હતું. તે સમયની આ તસવીરો છે જે હાલમાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં આરાધ્યા બચ્ચન સીવાય અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન નજર આવે છે.
તસવીરોમાં ઐશ્વર્યા રાય અને અભિષેકનું પ્રેમ ઝળકી રહ્યું છે. બંને હાથમાં હાથ પોરવીને યૂરોપનાં રસ્તા પર ફરતા નજર આવી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, જ્યારે કોરોનાએ આપણાં દેશમાં દસ્તક આપી હતી તો તેનાં થોડા સમય બાદ પણ જયા બચ્ચન સીવાય તમામ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક હાલમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બોબ બિસ્વાસ’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. અમેે આપને જણાી દઇએ કે, બુધવારે જ ફિલ્મનું તમામ શૂંટિંગ આજથી પૂર્ણ થયું હતું.