બચ્ચન પરિવારે ક્રિસમસ ડિનરનું આયોજન કર્યું
મુંબઈ: અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા હાલ ચર્ચામાં છે. કારણ નવ્યાએ હાલમાં જ પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કર્યું છે. તેના અકાઉન્ટ પર બચ્ચન પરિવારની ઘણી અગાઉ ના જાેયેલી તસવીરો જાેવા મળે છે. ત્યારે હવે નવ્યાએ બચ્ચન પરિવારના ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક બતાવી છે.
બચ્ચન પરિવારે ક્રિસમસ ડિનરનું આયોજન કર્યું હતું. નવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી ક્રિસમસ ડિનરની ખાસ તસવીરો જાેઈ શકાય છે. પહેલી તસવીરમાં નવ્યા નાની જયા બચ્ચન સાથે ડિનર ટેબલ પર બેસીને પોઝ આપતી જાેવા મળે છે.
બીજી એક તસવીરમાં નવ્યા ભાઈ અગસ્ત્ય સાથે મસ્તીના મૂડમાં જાેવા મળી રહી છે. જ્યારે છેલ્લી તસવીરમાં નાના અમિતાભ અને નાની જયા સાથે નવ્યા, શ્વેતા બચ્ચન નંદા, અગસ્ત્ય નંદા, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા અને શ્વેતાની નણંદ નતાશા નંદા જાેવા મળે છે.
આ ફેમિલી ડિનરમાં પરિવારના મોટાભાગના સભ્યો બ્લેક એન્ડ રેડ કપડાંમાં જાેવા મળે છે. જ્યારે અમિતાભ બચ્ચન કૂર્તામાં અને જયા બચ્ચન પિસ્તા રંગના ડ્રેસમાં જાેવા મળે છે. નવ્યાએ શેર કરેલી બચ્ચન ફેમિલીના ક્રિસમસ ડિનરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની ૨૩ વર્ષીય દીકરી નવ્યા પિયાનો પણ ખૂબ સરસ વગાડે છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પિયાનો વગાડના તેના કેટલાક વિડીયો પણ જાેવા મળે છે. થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં દોહિત્રીના આ ટેલેન્ટના વખાણ પણ કર્યા હતા. બિગ બીએ લખ્યું હતું, જીવનમાં દોહિત્રીને જાેવાની તક મળે, તેની ઉપલબ્ધીઓ જાેવા મળે, તેનું ટેલેન્ટ જાેવા મળે છે. આ ઘણા લોકોની ઈચ્છા હોય છે અને તે સાકાર થાય છે.