બચ્ચન પાંડે બનતી વખતે અક્ષયનો નીકળી જતો હતો જીવ
મુંબઇ, અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે હોળીના તહેવાર પર ૧૮ માર્ચના રોજ રિલીથ થઈ છે. ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. ભલે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી હોય પરંતુ ઘણા લોકોને આ ફિલ્મ પસંદ આવી છે.
બચ્ચન પાંડેમાં અક્ષય કુમાર એક ખતરનાક ગેંગસ્ટરના રોલમાં છે. જેના માટે એક્ટરે ખૂબ જ મહેનત કરી હતી. પરંતુ અક્ષય કુમારની સૌથી ખરાબ હાલત લેન્સ પહેરવામાં થઈ હતી. અક્ષય કુમારે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આખરે લેન્સ પહેરવામાં તેને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કેવી રીતે તેણે ફિલ્મનું શૂટિંગ કર્યુ.
અક્ષય કુમારના બચ્ચન પાંડેમાં કેટલાય એક્શન શીન છે અને સ્ટંટ છે. જે તેણે લેન્સ પહેરીને કર્યા હતા. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અક્ષય કુમારે ફિલ્મના સૌથી મોટા પડકાર વિશે વાત કરતા કહ્યું કે, લેન્સ પહેરવાથી અને પછી તેને બહાર કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી.
કારણ કે હું તેને ખુદ મારી આંખમાં ફિટ કરી શકતો નહોતો. જીવ નીકળી જતો હતો, ધૂંધળુ દેખાતુ હતુ અક્ષય કુમારે કહ્યું કે, આ એક મોટો લેન્સ હતો. મને બધુ જ બ્લર એટલે કે ધૂંધળુ દેખાતુ હતુ અને એ જ રીતે હું શૂટ કરતો હતો. મને માત્ર એટલું જ દેખાતુ હતુ કે સામે કોઈ આકૃતિ જેવું કંઈક છે.
પણ એ શું છે એ ખબર નહોતી પડતી. પહેલા દિવસે આ લૂક માટે તૈયાર થવામાં મને ૧૫ મિનિટનો સમય લાગ્યો હતો. પછી ૨-૩ મિનિટમાં જ હું તૈયાર થઈ જતો હતો. અક્ષય કુમારે જણાવ્યું કે, લૂક ડિસાઈડ કરવા માટે ત્રણ દિવસો સુધી કેટલાંક ફોટોશૂટ કરવામાં આવ્યા હતા.
પછી લેન્સવાળો લૂક ફાઈનલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બચ્ચન પાંડે તમિલ ફિલ્મ Jigarthandaનું હિન્દી રીમેક છે. ફિલ્મમાં અક્ષય કુમર સિવાય અરશદ વારસી, કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીસ પણ છે.SSS