બજાજ અને યામાહા જેવી કંપનીઓને ઓટો-પાર્ટસ સપ્લાય કરતી કંપનીનો IPO ખુલી રહ્યો છે
HMSI સાથે 20 વર્ષથી વધારે સમયથી, બજાજ સાથે 25 વર્ષથી અને યામાહા સાથે 20 વર્ષથી વધારે સમયથી સંબંધ ધરાવે છે
કંપની વિશે: સાન્સેરા એન્જિનીયરિંગ લિમિટેડ એક તમામ ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્રોમાં જટિલ અને મહત્વપૂર્ણ સચોટ એન્જિનીયર્ડ ઘટકોનું એન્જિનીયરિંગ-સંચાલિત ઉત્પાદન કરતી સંકલિત કંપની છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીએ ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્રોમાં ઉત્પાદનોના વેચાણમાંથી અનુક્રમે કુલ આવક 88.45 ટકા અને 11.55 ટકા મેળવી હતી.
ભૌગોલિક રીતે જોઈએ તો કંપની આંતરરાષ્ટ્રીય સપ્લાયર છે, જેની કુલ આવકમાં ભારતમાંથી ઉત્પાદનોના વેચાણની આવક 64.98 ટકા અને યુરોપ, અમેરિકા અને દુનિયાના અન્ય દેશોમાંથી ઉત્પાદનોના વેચાણમાંથી આવક 35.02 ટકા હતી.
ઉત્પાદન એકમોઃ 31 જુલાઈ, 2021 સુધી કંપની 16 ઉત્પાદન એકમો ધરાવતી હતી, જેમાં 15 ભારતમાં કર્ણાટક (બેંગાલુરુ, બિદડી, તુમ્કુર), હરિયાણા (માનેસર), મહારાષ્ટ્ર (ચાકણ), ઉત્તરાખંડ (પંતનગર) અને ગુજરાત (મહેસાણા)માં છે તથા એક સુવિધા સ્વીડનના ટ્રોલહેટ્ટનમાં છે.
કંપની બેંગલોરમાં એનો એક પ્લાન્ટ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક ઘટકો માટે સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે તથા આ સુવિધા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કાર્યરત થવાની અપેક્ષા છે. ઉપરાંત કંપનીએ બેંગલોરમાં એરોસ્પેસ અને સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધ એક ગ્રીનફિલ્ડ ઉત્પાદન સુવિધા બનાવવાની યોજના પણ ધરાવે છે તથા આ સુવિધા નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કાર્યરત થવાની અપેક્ષા છે.
પ્રોડક્ટ ઓફરઃ ઓટોમોટિવ સેક્ટરની અંદર કંપની પ્રીસિસન ફોર્જ્ડ અને મશીન ઘટકો અને એસેમ્બલીઓની રેન્જનું ઉત્પાદન અને સપ્લાય કરે છે, જેમ કે ટૂ-વ્હીલર, પેસેન્જર વાહનો અને કમર્શિયલ વાહનોના વર્ટિકલ્સ માટે કનેક્ટિંગ રોડ, રોકર આર્મ, ક્રેન્કશાફ્ટ, ગીઅર શિફ્ટર ફોર્ક, સ્ટેમ કોમ્પ અને એલ્યુમિનિયમ ફોર્જ્ડ પાર્ટ્સ, જે એન્જિન, ટ્રાન્સમિશન, સસ્પેન્શન, બ્રેકિંગ, ચેસિસ અને અન્ય સિસ્ટમ.
નોન-ઓટોમોટિવ સેક્ટરની અંદર કંપની એરોસ્પેસ, ઓફ-રોડ એન્જિન, કૃષિ તથા એન્જિનીયરિંગ અને કેપિટલ ગૂડ્સ સહિત અન્ય સેગમેન્ટ માટે પ્રીસિસન ઘટકોની રેન્જનું ઉત્પાદન અને સપ્લાય કરે છે.
1 એપ્રિલ, 2021થી અત્યાર સુધી કંપનીએ (1) ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે સસ્પેન્શન અને ડ્રાઇવ ટ્રેન ઘટકો, (2) પેસેન્જર વાહનો માટે બ્રેકિંગ સિસ્ટમ ઘટકો, (3) એરોસ્પેસ માટે મશીન એન્જિન કેસિંગ્સ અને (4) પાવર ટ્રાન્સમિશન માટે ઘટકો વિકસાવ્યાં છે.
કંપની નિર્માણાધિન ઉત્પાદનોની સક્રિય પાઇપલાઇન પણ ધરાવે છે, જેમાં સંરક્ષણ ક્ષેત્ર અને બાઇસીકલ સેગમેન્ટ માટે ઘટકો સામેલ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 69 પ્રોડક્ટ ફેમિલીને ઘટકોનું વેચાણ કર્યું હતું, જે નાણાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 51 હતી.
મિક્સ ક્લાયન્ટઃ ટૂ-વ્હીલર વર્ટિકલમાં કંપની એચએમએસઆઇ સાથે 20 વર્ષથી વધારે સમયથી, બજાજા સાથે 25 નાણાકીય વર્ષથી અને યામાહા સાથે 20 વર્ષથી વધારે સમયથી સંબંધ ધરાવે છે, નાણાકીય વર્ષ 2020-21 માટે સ્થાનિક ઉત્પાદન વોલ્યુમની દ્રષ્ટિએ અનુક્રમે બીજી, ત્રીજી અને પાંચમી સૌથી મોટી ટૂ-વ્હીલર ભારતીય ઓઇએમ હતી. (સ્તોત્રઃ ક્રિસિલ રિપોર્ટ, પેજ 31).
પેસેન્જર વાહનના વર્ટિકલમાં કંપની નાણાકીય વર્ષ 2020-21 માટે સ્થાનિક ઉત્પાદનો વોલ્યુમની દ્રષ્ટિએ અગ્રણી ભારતીય પેસેન્જર વ્હિકલ ઓઇએમ મારુતિ સુઝુકી સાથે 30 વર્ષથી વધારે સમયથી સંબંધ ધરાવે છે (સ્તોત્રઃ ક્રિસિલ રિપોર્ટ, પેજ 54), અગ્રણી યુરોપિયન પેસેન્જર વ્હિકલ ઓઇએમ અને ઉત્તર અમેરિકન પેસેન્જર વ્હિકલ્સ ઓઇએમ પૈકીની એક સ્ટેલ્લેન્ટિસ એન.વી. (અગાઉ ફિઆટ ક્રિસ્લર ઓટોમોબાઇલ્સ) સાથે 10 વર્ષથી વધારે સમયથી સંબંધ ધરાવે છે (સ્તોત્રઃ રિકાર્ડો રિપોર્ટ, પેજ 6). નાણાકીય વર્ષ 2020-21, 2019-20 અને 2018-19 માટે એનું સૌથી મોટું ગ્રાહક બજાજ હતું, જેણે ઉત્પાદનોના વેચાણમાંથી આવકમાં અનુક્રમે 20.75 ટકા, 22.08 ટકા અને 22.71 ટકા પ્રદાન કર્યું હતું.
ક્ષમતા: ટેકનોલોજી-સંચાલિત ક્ષમતાઓઃ સાન્સેરા ડિઝાઇન, એન્જિનીયરિંગ, મશીન બિલ્ડિંગ અને ઓટોમેશન ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેકનોલોજી-સંચાલિત કંપની છે. કંપનીની એન્જિનીયરિંગ ક્ષમતાઓ દાયકાઓથી બદલાઈ છે અને અત્યારે કંપની ગુણવત્તાયુક્ત, જટિલ, સચોટ ઘટકો અને એસેમ્બલીઓ ઓફર કરે છે,
જે એને ઓટોમોટિવ સેક્ટર ઉપરાંત એરોસ્પેસ, ઓફ-રોડ અને કૃષિ સહિત વિવિધ અન્ય ક્ષેત્રોમાં ડાઇવર્સિફાઈ કરવાની સુવિધા આપે છે. કંપની ઇન-હાઉસ ઉત્પાદન થતા કેટલાંક જટિલ સ્પેશ્યલ પર્પઝ મશીનો સાથે મશીન નિર્માણની ક્ષમતા ધરાવે છે.
31 જુલાઈ, 2021 સુધી કંપનીએ 900 કમ્પ્યુટર ન્યૂમેરિકલ કન્ટ્રોલ સ્પેશ્યલ પર્પઝ મશીનો બનાવ્યાં હતાં, જેને તમામ ઉત્પાદનો સુવિધાઓમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે. સાન્સેરા દ્વારા નિર્મિત મોટા ભાગના મશીનો ડિઝાઇન દ્વારા મોડ્યુલર છે અને અન્ય ઉપયોગિતા માટે રિફર્બિશ કરી શકાય છે, જેથી મૂડીગત ખર્ચની જરૂરિયાતો ઘટે છે અને બિઝનેસ મોડલનું જોખમ ઘટે છે.
સારી રીતે ડાઇવર્સિફાઇડ બિઝનેસ મોડલઃ કંપનીનું બિઝનેસ મોડલ ગ્રાહકના આધાર, એન્ડ સેગમેન્ટ, આવક અને પ્રોડક્ટ પોર્ટફોલિયોના ભૌગોલિક પ્રસાર સાથે સારી રીતે ડાઇવર્સિફાઈ છે.
પડકારજનક બજારની સ્થિતિમાં પણ વૃદ્ધિનો ટ્રેક રેકોર્ડઃ નાણાકીય વર્ષ 2019-20ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2020-21માં ભારતમાં ટૂ-વ્હીલરના ઉત્પાદનનું વોલ્યુમ અંદાજે 12.6 ટકા ઘટ્યું હતું અને પેસેન્જર વ્હિકલનું ઉત્પાદન અંદાજે 11 ટકા ઘટ્યું હતું. (સ્તોત્રઃ ક્રિસિલ રિપોર્ટ, પેજ 25 અને 50).
કેલેન્ડર વર્ષ 2019ની સરખામણીમાં કેલેન્ડર વર્ષ 2020માં ગ્લોબલ લાઇટ વ્હિકલ અને સીવી સેગમેન્ટે ઉત્પાદનમાં અનુક્રમે 17.8 ટકા અને 4.4 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. (સ્તોત્રઃ રિકાર્ડો રિપોર્ટ, પેજ 5 અને 7). ઉત્પાદનના વોલ્યુમમાં આ ઘટાડો થવા છતાં કંપનીની ઉત્પાદનોના વેચાણમાંથી આવક નાણાકીય વર્ષ 2020-21માં 4.58 ટકા વધીને રૂ. 14,568.90 મિલિયન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2019-20 માટે રૂ. 13,930.38 મિલિયન થઈ હતી.
ભવિષ્યની વૃદ્ધિની વ્યૂહરચનાઃ
વાહનોના ઇલેક્ટ્રિફિકેશનમાં વધારાની અપેક્ષા પૂર્ણ કરવીઃ તાજેતરમાં કંપનીએ વિવિધ પ્રીસિસન ફોર્જ્ડ અને મશીન સસ્પેન્શન અને એક્સલ (ડ્રાઇવ ટ્રેન) ઘટકોના સપ્લાય માટે અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઓઇએમ સાથે અને (2) અગ્રણી આંતરરાષ્ટ્રીય પેસેન્જર વ્હિકલ ઓઇએમ પાસેથી હાઇબ્રિડ ઇવી માટે ખાસ વિવિધ ડ્રાઇવ ટ્રેન ઘટકો માટે વ્યવસાય મેળવ્યો છે તથા નાણાકીય વર્ષ 2022-23માં આ ઘટકોનો પુરવઠો શરૂ થવાની અપેક્ષા છે. ઉપરાંત અત્યારે કંપની અગ્રણી આંતરરાષ્ટ્રીય બીઇવી ઓઇએમ માટે ડ્રાઇવ ટ્રેન ઘટકો માટે પ્રોટો સેમ્પ્લસ વિકસાવે છે.
કંપની પ્લાન્ટ 2માં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક ઘટકો માટે પ્રતિબદ્ધ સુવિધા સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે તથા આ સુવિધા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કાર્યરત થવાની અપેક્ષા છે.
ઉપરાંત કંપની હાઈ-એન્ડ ટૂ-વ્હીલર્સ માટે એલ્યુમિનિયમ ફોર્જ્ડ ઉત્પાદનો સપ્લાય કરે છે. લાઇટ વેઇટ અને ઇલેક્ટ્રિફિકેશનનો ટ્રેન્ડ વધવાની સાથે કંપનીને આગળ જતાં એલ્યુમિનિયમ ફોર્જ્ડ ઘટકોના વપરાશમાં વધારાની અપેક્ષા છે અને આ જરૂરિયાતો પૂર્ણ કરવાની યોજના છે.
તમામ સેગમેન્ટમાં અદ્યતન ટેકનોલોજીથી સંચાલિત ઉત્પાદનો ઉમેરીને ડાઇવર્સિફિકેશનઃ
છેલ્લાં ત્રણ વર્ષમાં કંપનીએ તમામ સેગમેન્ટમાં વિવિધ ટેકનોલોજી સંચાલિત ઉત્પાદનો ઉમેર્યા છે – એ) 2વ્હીલર્સ માટેઃ કંપનીએ નાણાકીય વર્ષ 2019-20 અને નાણાકીય વર્ષ 2020-21માં સસ્પેન્શન ઘટક, સ્ટેમ કોમ્પનો પુરવઠો શરૂ કર્યો હ તો, સ્ટેમ કોમ્પના વેચાણમાંથી આવક રૂ. 550.54 મિલિયન હતી,
જે ઉત્પાદનોના વેચાણમાંથી આવકના 3.78 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે; બી) પેસેન્જર વ્હિકલ માટેઃ કંપનીએ અગ્રણી ભારતીય પેસેન્જર વ્હિકલ ઓઇએમ પાસે બ્રેકિંગ સિસ્ટમ ઘટકો તથા ભારતીય ટિઅર 1 સપ્લાયર પાસેથી વિવિધ સ્ટીઅરિંગ ઘટકો માટે ઓર્ડર્સ મેળવ્યાં છે અને સી) કમર્શિયલ વ્હિકલ્સ માટેઃ કંપનીએ તાજેતરમાં કેબિન ટિલ્ટ સિસ્ટમ્સ માટે સચોટ ઘટકોના પુરવઠાની શરૂઆત કરી છે, જે એચસીવીની ચેસિસનો ભાગ છે અને હેવી કમર્શિયલ વ્હિકલ્સની બ્રેકિંગ સિસ્ટમનો ભાગ એવા ઘટકો વિકસાવ્યાં હતાં.
નોન-ઓટોમોટિવ વ્યવસાયોમાં વધારે ડાઇવર્સિફિકેશન અને સેવા આપી શકાય એવા બજારમાં વિસ્તરણઃ
એરોસ્પેસ સાથે કંપનીની વ્યૂહરચના ઊંચું મૂલ્ય ધરાવતા ઘટકો સપ્લાય કરીને આવકમાં વધારો કરવાની છે – કંપનીએ તાજેતરમાં એરક્રાફ્ટ એન્જિન માટે મશીન એન્જિન કેસિંગ્સના ઉત્પાદન અને સપ્લાય માટે અગ્રણી સ્થાનિક એરોસ્પેસ સપ્લાયર પાસેથી વ્યવસાય મેળવ્યો છે. કંપની એન્જિન અને લેન્ડિંગ ગીઅર ઘટકોની સંખ્યા વધારવાનો તથા સબસિસ્ટમ્સ અને એસેમ્બલીઓના પુરવઠામાં તબક્કાવાર વધારો કરવાનો ઇરાદો ધરાવે છે.
ઉપરાંત કંપની સિવિલિયન એરોસ્પેસમાંથી સંરક્ષણ એરોસ્પેસમાં અમારા ઘટકોની અંતિમ ઉપયોગિતા વધારવાની યોજના ધરાવે છે. આ વ્યૂહરચનાને સુવિધા આપવા સાન્સેરા એરોસ્પેસ અને સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બેંગલોરમાં એક ગ્રીનફિલ્ડ ઉત્પાદન સુવિધાનું નિર્માણ કરવાનું આયોજન ધરાવે છે.
ઉપરાંત કંપનીએ તાજેતરમાં વિકસાવેલા ઉત્પાદનોમાં સામેલ છે (1) ઓફ-રોડ વાહનો માટે સસ્પેન્શન ઘટકો, (2) કૃષિ માટે કોમન રેલ સિસ્ટમ્સ અને (3) અન્ય નોન-ઓટોમોટિવ સેક્ટર્સની અંદર ઔદ્યોગિક એન્જિનો માટે ઘટકો. કંપની વિકાસ હેઠળ ઉત્પાદનોની સક્રિય પાઇપલાઇન ધરાવે છે, જેમાં બાઇસિકલ સેગમેન્ટ માટે ઘટકો સામેલ છે.