બજાજ આલિઆન્ઝ લાઇફે રૂ. 70,000 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટનું સીમિચહ્ન સર કર્યું
· ઝડપી વૃદ્ધિ માટે ગ્રાહકોનો વિશ્વાસ ચાવીરૂપ
પૂણે, ભારતમાં ખાનગી ક્ષેત્રની વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 31 ડિસેમ્બર, 2020 સુધી રૂ. 70,000 કરોડના આંકડાનાં સીમાચિહ્નને સર કરી ગઈ છે. કંપની માટે આ મોટી સફળતા છે,
કારણ કે કંપનીએ રોગચાળા વચ્ચે એયુએમમાં સતત વૃદ્ધિ કરી છે. મૂલ્ય-સંવર્ધિત પ્રોડક્ટ ઇનોવેશન અને ગ્રાહક સેવાઓમાં લાભદાયક સુધારા સાથે કંપનીની એયુએમમાં છેલ્લાં 10 વર્ષમાં 79 ટકાની મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે અને ચાલુ વર્ષમાં ડિસેમ્બર, 2020 સુધી એયુએમ વધીને રૂ. 70,295 કરોડને આંબી ગઈ છે.
બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી તરુણ ચુગે કહ્યું હતું કે, “આ સીમાચિહ્ન બ્રાન્ડમાં ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે અને ટીમે એ સુનિશ્ચિત કરવા સહિયારો પ્રયાસો કર્યો છે કે, રોગચાળા કે રોગચાળા વિના અમારા ગ્રાહકો તેમના જીવનના લક્ષ્યાંકો તરફ સતત અગ્રેસર થતા રહે.
ઇન્વેસ્ટમેન્ટ ટીમની અંદર અમારા નિષ્ણાતોએ પણ એ સુનિશ્ચિત કર્યું હતું કે, કોવિડ-19ને કારણે બજારોમાં વધઘટને કારણે અમારું ફંડ મજબૂત રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન સતત પ્રદાન કરે. મને ખાતરી છે કે, ગયા વર્ષમાં પ્રાપ્ત તમામ બોધપાઠો અને વ્યવસાયના નવા વાતાવરણ વચ્ચે નવા કેલેન્ડર વર્ષમાં અમે અમારા ગ્રાહકો વચ્ચે વિશ્વાસને વધારીશું અને સૌથી વિશ્વસનિય બ્રાન્ડ તરીકે પ્રગતિ કરીશું.”